________________
૧
અવિચારી હુકમ કરવાને વિષે રાજાની કથા
વિચાર કર્યા વિનાના આદેશ પેાતાના આત્મા ઉપર આવી પડે છે : જેમ રાજાએ પાતાના આદેશને અને કુંભારને છેાડી દેવા પડયા
કાઈ નગરમાં એક રાજાએ પેાતાના નગરમાં આદેશ આપ્યા— · ગામ વચ્ચે એક દેવાલય છે નગરમાં બ્રાહ્મણા વૈશ્યા ક્ષત્રિયા ક્ષુદ્રો અને નગરમાં રહેનારા જે લાકા છે, તેઓએ દેવાલયમાં પ્રવેશ કરીને દેવને વાંદીને જવું, નિહતા તેના વધ થશે.' એક કુંભાર તે હુકમને જાણ્યા વિના, ગધેડા ઉપર બેસીને હાથમાં લાકડી પકડીને મહારાજાની જેમ જાય છે. તેણે દેવાલયમાં તે દેવને નમસ્કાર કર્યો નહિ. તેથી રૂઠેલા સુભટા તેને પકડીને રાજા પાસે લઈ ગયાં. રાજાએ તેના વર્ષના આદેશ આપ્યા. વધસ્તંભ ઉપર તેને લઈ જવાયા. મરણ સમયે ત્યાં મરણ વિના ત્રણ વસ્તુની પ્રાર્થના કરાય છે. ત્રણ વસ્તુની માંગણીની પ્રાર્થના પૂરી કરીને ફાંસી કરાય છે. એવા નિયમ રાજાએ કર્યો છે.
ત્યારે તેઓ કુંભારને પશુ પૂછ્યું. ત્રણ ઇચ્છાઓમાં તારે શું માંગવું છે, તેણે કહ્યું. ‘ હું રાજાની પાસે માંગીશ. ’ તેને ત્યાં લઈ જવાયો. રાજાએ ત્રણ પ્રાથનામાં જે માંગવું હોય તે માગી લે એમ કહ્યું. ' તે કહે છે.—એક તા મારા ઘેર હમણાં કુટુંબના ભાજન માટે