________________
દાન વિષે ડાસા ડેાસીની કથા આઠમી
પેાતાને હાથે આપવુ' જોઈએ. બીજો આપે કે ન આપે. વૃદ્ધ દ્રુપતીનું વિખ્યાત ઉદાહરણ અહીં કહેવાય છે.
એક નગરમાં નિર્ધન અને પુત્ર વિનાને ઘરડા વાણીયા છે. તેને કપટમાં કુશલ એવી દુષ્ટ ઘરડી સ્ત્રી છે. તે વાણીઆએ નિન હોવાથી કોઈ વાર કયારે પણુ દાન આપ્યું ન હતું. એકવાર તેણે વિચાર કર્યાં... દાન વિના પરલેાકમાં સુખ થશે નહીં. તેથી ભવમાં કાંઈપણ દાન આપવુ જોઈએ. એમ વિચાર કર્યા. મારા ઘેર એક નૃત્ય ધોડેડ છે. તેના વેચાણુથી જે દ્રવ્ય થશે તે ધર્મ માટે મારે આપવું. એમ વિચાર કરતા તેને કેટલાક કાળ ગયા. જ્યારે તેને મરણ સમય આવ્યા ત્યારે મહાજનને ખેાલાવીને કહ્યું— મારા મરણ પાછળ મારી સ્ત્રી આ જાતિવંત ઘોડાને વેચીને જે ધન મેળવશે તે દ્રવ્ય પરલેાકમાં સુખ થાય તે માટે તમને આપશે, તે દ્રવ્યને શુભ કાર્ય માં વાપરો. એમ કહીને તે મરણ પામ્યા. તેની ઘરડી સ્ત્રી પોતાના ધણીની મરક્રિયા કરીને વિચારે છે આ ઉત્તમ ઘેાડાના વેચવાથી સા રૂપીઆ થશે. તે તેા મહાજનને આપવાના થશે. મારી પાસે કંઈ રહેશે નહીં. તેથા એવુ કરવું જોઇએ, જેથી બધું ધન મારી પાસે જ રહે.'
"