________________
૨૮
તેમ પ્રાદેશિક પ્રતિનીધીઓએ શ્રી સંઘ તરફથી તે રીતે કર્યો કે તે સર્વની અનુમોદનાને પાત્ર બન્યા.
કર્માશાહે કરાવેલા તીર્થોદ્ધારના પરમકલ્યાણકર પ્રસંગે આપણી ઉપસ્થિતિનું સ્મરણ થવું શક્ય નથી, વળી છેલ્લે ઉદ્ધાર કરનાર વિમલવાહનને પ્રસંગ તે ભાવિને અને છેલ્લે બનશે પણ કર્યાશાહ અને વિમલવાહનના તીર્થોદ્ધારને પ્રસંગ વચ્ચે આપણું જ કઈ પૂર્યોદય તરણ–તારણ શ્રી સિદ્ધગિરીરાજ ઉપર નૂતન જિનાલયને પ્રતિષ્ઠા મહોત્સવ અને તે પણ લગભગ ૫૫૦ જિનપ્રતિમાજીઓને જોવા નિહાળવા મળે અને પ્રતિષ્ઠાનું નિમિત્ત પામી રત્નત્રયીની વિશુદ્ધિ કરવાને અમૂલ્ય અવસર મળે અને તે અતિ ઉજવળ પ્રસંગને “પ્રાસંગિક' શીર્ષક તરીકે મંકીત કરવાને લાભ મળે તે પણ એક મારા ભાગ્યોદયના જ એંધાણ ગણાય.
આ રીતે જે પુસ્તકનું પ્રકાશન પ્રતિષ્ઠા પ્રસંગે સુરત મુકામે યોજાયેલું તે ભવિતવ્યતાને યોગે શ્રી સિદ્ધગીરી ઉપર પ્રતિષ્ઠા પ્રસંગે તેજ દિવસે પાલીતાણા મુકામે શ્રી સિદ્ધાચળને ચરણે કરવાનું થયું.
વિ. સં. ૨૦૩૨ મહા સુદ ૭ તા. ૭–૨–૭૬, શનિવાર
પાલીતાણા.
એજ લિ. ધર્મરાજા ગુરુદેવના ચરણસેવક વિજયચંદ્રોદયસૂરી.