________________
જિનદાસની કથા
નજીકમાં કોઈ ગામ દેખાતું નથી. તેથી અહીં ઝાડની નીચે રહેવું સારું જિનકો જિનરક્ષિતને કહ્યું—આપણું સાથે સવું વ્યાજબી નથી, કારણકે અનેક ક્રુર પ્રાણસમૂહ વડે ભયંકર આ અટવી છે તેથી હું જાગીશ, તૂ ઘણે જ થાકેલે છે, તેથી પહેલાં સુઈ જા, પછી હું સુઈ જઈશ.” જિનરક્ષિત કહે છે... હું તમારે નાનો ભાઈ છું. તમે મારા મોટા ભાઈ છે, મોટાભાઈ પિતાતુલ્ય દષ્ટિથી જોવા યોગ્ય છે, તેથી પહેલા તમે સુઈ જાઓ, અને મધરાતે તમને ઉઠાડીને હું સુઈ જઈશ.” તેના ઘણું જ આગ્રહથી મેટો સૂતે. નાનોભાઈ જાગતે મોટાભાઈનું રક્ષણ કરવા બેસે છે. એક પ્રહર ગયે ઝાડના દરમાંથી એક ભયંકર સર્પ નીકળ્યો. ત્યાં સૂતેલા જિનદત્તને ડંખીને દરમાં પેસી ગયો. મધરાતે જિનરક્ષિત જિનદત્તને જગાડે છે. તે ઉઠતા નથી. તેણે ચિંતવ્યું—આ ગાઢ નિંદ્રામાં સૂતે છે, તેથી પછી જગાડીશ.” એમ ત્રીજો પ્રહર ગયે ફરીથી ઉઠાડે છે, તે ઉઠતે. નથી. તેટલામાં પ્રભાત પણ થયું. પ્રભાત થયે છતે પોતાના ભાઈને નિષ્ટ વિષમય દેહવાળ જોઈને–“મારા ભાઈને થયું?” અથવા સપથી ડંખાયેલે જણાય છે. પ્રાણરહિત ભાઈને જોઈને બહુ રડે છે, બેલે છે– નસીબે અગાઉ માતાપિતા સાથે વિયેગ કરાવ્યું, હવે ભાઈ સાથે પણ વિયોગ કરાવ્યો, હા ! હા! શું કરું ? કયાં જાઉં ? કેને શરણે જાઉં ?” એમ તે રડતે કેટલાક સમય ત્યાં રહ્યો. તે વખતે આશ્વાસન આપનાર કેઈ પણ તેને નથી. આત્માને સ્થિર કરીને ચિંતવે છે– “મારા ભાઈની મરણ ક્રિયા કરે, પછી અગ્નિદાહ કરીશ.” નજીકમાં કોઈ ગામ છે કે નહિ એ જાણવા માટે ઝાડ ઉપર ચઢીને ચારે દિશામાં જુએ છે. દક્ષિણ દિશામાં નજીક રહેલ ગામ જુએ છે. પિતાના ભાઈના દેહને ઝાડની ડાળી સાથે વસ્ત્રથી બાંધીને તે દક્ષિણ દિશામાં ચાલ્ય.
એક યોજન ગયે છતે એક મોટું શહેર આવ્યું. તેમાં તે પિઠો.