________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
બંને પુત્રોને લઈને વધસ્થાને આવી પહોંચ્યો. પુત્રો વડે જે લાડવાઓ ખવાયેલા; તેમાં ભવિતવ્યતાયોગે રાજ્ય ફળ આપનાર લાડવો મોટા જિનદત્ત વડે ખવાયેલ, બીજે લાડવો નાના જિનરક્ષિત વડે ખવાયેલે માર્ગમાં જતા તેઓ વિચારે છે–કેમ વગર અપરાધે અમે ઠાર વડે વધ કરવા માટે ચંડાલને સોંપાયા ? રડતા બને જાય છે. ત્યારે નાના જિનરક્ષિતની આંખમાંથી મોતી પડે છે. મોતી પડતાં જોઈ આશ્ચર્યયુક્ત તે પિતાના વસ્ત્રમાં ગ્રહણ કરે છે. તે વળી ચંડાલ તે પુત્રોને કહે છે તમારા વધ માટે ઠાકર વડે આદેશ કરાયો છું, તમે પિતાના ઈષ્ટ દેવનું સ્મરણ કરે.” મેટે કહે–નિરપરાધીઓને મારવાથી ઠાકરને શું પ્રયોજન? તેને કઈ પણ અપરાધ અમારાથી નથી કરાયે.” રડતા નિરપરાધી તેમને જોઈને ચંડાલના હૃદયમાં પણ દયા થઈ. તે આ પ્રમાણે ચિંતવે છે હું પરાધીન આદેશ કરાયેલ કામ કરનારો શું કરું? બાલકાના વધના પાપથી હું દુર્ગતિએ જઈશ, જો હું વધ ન કરીશ તે ઠાકોર મને પણ મારી નાંખશે. જ્યારે મારી નાંખવા તૈયાર થયેલા તેની તલવાર બાળકોના પુણ્ય પ્રભાવથી ચાલતી નથી, ત્યારે તે ઉત્પન્ન થયેલ દયાપરિણામવાળે તેમને કહે છે તમે જે મારું વચન અંગીકાર કરે તે તમને મારી નાંખીશ નહીં.' તેઓએ કહ્યું તે ક્યું વચન છે ?” ચંડાલ કહે છે–અહીંથી જલ્દી જે જાઓ, કેઈપણ વખત આ ગામમાં ન આવે; તે તમને મારી નાંખીશ નહિ.” તેનું વચન અંગીકાર કરીને ઉપકાર માટે કેટલાંક મોતી આપીને તેઓ જિનદત્ત, જિનરક્ષિત ત્યાંથી જલ્દી નીકળ્યા અને અટવીમાં પહોંચ્યા.
- ત્યારે જિનદત્ત સોળ વર્ષને, અને જિનરક્ષિત તેર વર્ષને હતો. જંગલમાં જતા તે બંને તે ગામથી બહુ દૂર સુધી નીકળી ગયા. ત્યાં સંધ્યાએ શિકારી પશુઓના સમૂહથી ભયંકર જંગલમાં કોઈક મોટા , ઝાળી નીચે રહેલા વિચારે છે–આ જંગલમાં રાત કેમ ગાળશું ?” .