________________
૨૮
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
પૂછે છે–તે હમણું કયાં આગળ છે?” તે વખતે કૃપણ શેઠ બેલે છે–આ મારી પુત્રવધૂ અસ્થિર મનવાળી જેમ તેમ બોલે છે, તેણીના વચનમાં વિશ્વાસ ન કરવો” રાજા કડક શબ્દથી કહે છે – હે શેઠ ! તમારે કંઈ પણ ન બેલવું, હું બધું જાણું છું. ફરીથી શીલવતીને પૂછે છે હે પુત્રી ! તુ કહીશ, તે હમણું ક્યાં આગળ છે.” તેણી કહે છે—“આ કૃપણ શેઠથી આ મહેલમાં ઉપર સાતમે માળે પેટીમાં તે મેતીઝર મોતીના લોભથી પૂરી રખાયેલ છે.
એ પ્રમાણે સાંભળી રાજા સપરિવાર ઉપર જઈને પેટી ઉઘાડીને પિતાના ભાઈને જુએ છે. જેઈને બહાર કાઢી હર્ષથી ભેટે છે. ઘણે વર્ષે પિતાના ભાઈના મેળાપથી સપરિવાર રાજાને અપૂર્વ અને અતુલ્ય (આનંદ થઈ ગયે.) અને ખેતીકરાને પણ તેવી જ રીતે ભાઈના મેળાપથી વિશેષ આનંદ થયે.
રાજાએ નાના ભાઈને સર્પદંશથી માંડીને પિતાને સર્વ વૃત્તાંત કહીને તેને વૃત્તાંત પૂછે છે. તેણે ત્યારથી માંડીને શીલવતીને પરણ્યા સુધીને વૃત્તાંત કહ્યો. ત્યારે તે રાજા કૃપણ શેઠ ઉપર ઘણે જ ક્રોધાયમાન થયેલે સકુટુંબ શેડના વધ માટે હુકમ કરે છે. ત્યારે જિનરક્ષિત દાક્ષિણ્યતાને લીધે તેને ઘેર ભેજન ખાધેલ હોવાથી ઉપકાર માટે રાજાને વિનંતી કરીને તેને બચાવે છે. ત્યારે રાજાએ તેની સર્વલક્ષ્મી અપહરણ કરીને પોતાના દેશમાંથી કાઢી મૂક્યો.
રાજા પિતાના ભાઈ તથા શીલવતી યુક્ત હાથીના સ્કંધ પર બેસીને પિતાના મહેલમાં આવી પહોંચે. ભાઈના મેળાપ થઈ જવાને લીધે જિનમંદિરમાં અષ્ટાહિકા મહોત્સવ કરાવ્યો, એમ તેમના આનંદથી દિવસે જાય છે. એક જ તેમને દુઃખ જે દુઃખ માતાપિતાને વિયેગ, ભાઈ સહિત રાજા માતાપિતાને મળવા માટે ઘણું જ ઉત્કંતિ થયા. મુખ્ય સેનાપતિને કહી હાથી, ઘોડા, રથ, પાયદળ