________________
જિનદાસની કથા
૫
હું
કરવી. નિરર્થક આર્દ્રધ્યાનથી શા માટે મરે છે ? મરણપયંત અહિં પેટીમાં રાખીશ અને અધિકાધિક વેદના કરીશ.' એમ સાંભળીને મરણના ભયથી તે માતીઝરે ચિંતવ્યુ”—શું કરું ? જે થનાર તે અન્યથા નથી થતું. તે કન્યાની આવી ભવિતવ્યતા, તેથી આવેા પ્રસંગ ઉપસ્થિત થયા. આથી હમણાં આના વચનના અંગીકાર જ શ્રેષ્ઠ છે. પછી યથાચિત કરીશ..' એમ વિચારીને કૃપણ શેઠને કહ્યું પરણીને તમારા પુત્રને કન્યા આપીશ, તમારે પણ પેાતાનું વચન સારી રીતે પાળવું.' એમ સાંભળીને કૃપણ શેઠ ખુશખુશ થયા. ધરમાં લગ્ન મહેાત્સવ પણ શરૂ કરાયા. રાજા આગળ જઈને પોતાના પુત્રના લગ્ન કરવા માટે નજરાણું ધરીને અલંકાર યુક્ત હાથી-ધાડા–રથ વગેરે બધી લગ્ન અંગેની સામગ્રી લઈને ઘેર આવી પહેાંચ્યા. નીકળવાને દિવસે હસ્તિરત્ન ઉપર તે મેાતીરાને બેસાડી અને પાતાના કાઢિયા પુત્રને વસ્ત્ર ઢાંકેલ રથમાં ચડાવીને નગર વચ્ચેથી નીકળ્યા. નગરજને મેાતીઝરાનું મુખ જોઈ પ્રશંસા કરવા લાગ્યા— ધન્ય આ શેઠ, જેને આવે! રૂપાળા પુત્ર છે, એમ માતીઝરાના રૂપ વખાણ સાંભળતા શેડ ક્રમે કરીને કન્યાના નગરમાં પહેાંચ્યા.
તે રત્નરો પણ હસ્તિરત્ન ઉપર રહેલ મેાતીઝરાનું રૂપ જોઈ ઘણા જ ખુશ થયા. મેાતીઝરા અને શીલવતી કન્યાના લગ્ન પણ મહેાત્સવ સહિત થયા. કરમેાચન સમયે જમાઈને ખૂબ દ્રવ્ય અપાયું એમ લગ્નમહોત્સવ સમાપ્ત થયે ત્યાંથી તે બધા નિકળ્યા. તે શીલવતી માતાપિતાને પગે લાગી અને શીખામણુ ગ્રહણ કરીને મેાતીઝરા સાથે શ્રેષ્ઠ રથમાં બેઠેલી નીકળે છે. પેાતાના પતિનું અદ્ભૂતરૂપ જોઈ પેાતાના જન્મ સફળ માને છે, પાસે રહેલી દાશી આગળ વખાણુ કરતી —મારા પ્રિય રાજકુમાર જેવા દેખાય છે. સ્ત્રીઓમાં ખરેખર હું પુણ્યવતી, કારણ કે પુણ્યાયે મને આવા પતિ