________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
સારી રીતે ધર્મારાધન થાય ? આ ગામ તુચ્છ છે, સંતપુરુષને સંગમ પણ થતું નથી.” ઈત્યાદિ ચિંતવત શેઠ યથાશક્તિ દીન વગેરે જનને ઉદ્ધાર કરતે, હૃદયમાં પંચપરમેષ્ઠિમંત્રનું ધ્યાન કરતે, પોતાના કુટુંબને પણ ધર્મ ઉપદેશ કાળ પસાર કરે છે.
એક વખત શેઠ ચિતવે છે–પ્રભાવવાળી તે લતાનાં પાંદડાનું શું કરાય ? શું પુત્રોને આપું ? અથવા પુણ્યવિહીન અમને તેમનાથી શું ? પરના ઉપકાર માટે કોઈને પણ અપાય તે સારું. હમણાં મારા ઉપર ગામના ઠાકરને મેટે ઉપકાર છે. તેણે રહેવા માટે ઘર પણ આપ્યું. તેની કૃપાથી દુકાન માંડીને લે-વેચ કરતાં મેં ધન પણ કાંઈક મેળવ્યું. તે કારણથી ગામના ઠાકરને આપું” એમ વિચારીને સ્ત્રીને કહે છે–આજે બે લાડવા સુગંધયુક્ત બનાવ. તે લાડવામાં આ બે લતાનાં પાંદડાનું ચૂર્ણ જુદું જુદું નાખજે, જેથી ઠાકોરના બે પુત્રોને અપાય.' એમ કહીને લતાનાં પાંદડાનાં બે ચૂર્ણ આપીને કાર્ય માટે નીકળી ગયે.
જિનમતીએ ચિંતળ્યું “મારા પુત્રો વડે કયારે પણ લાડવા ખવાયા નથી, તેથી પુત્રોને ખાવા માટે અધિક કરું.' એમ ચિંતવીને ચાર લાડુ બનાવાયા. બે ઔષધિયુક્ત, અને બે ઔષધિવિહીન કરાયા. ઔષધિયુક્ત લાડવા નિસરણીની ઉપર મૂકયા, ઔષધિ વગરના નીસરણીની હેઠળ રાખ્યા. મધ્યાહ્નકાળે બે પુત્રો જ્યારે પાઠશાલાથી આવી પહોંચ્યા, ત્યારે તેમની માતા દુકાને લે-વેચ કરતી બેઠેલી છે. ભૂખ્યા થયેલા તે પુત્રો નીસરણીની ઉપર ગયા. તેઓ વડે તે લાડુઓ દેખાયા; તેઓ પુણ્યપ્રભાવે ઔષધિસહિત એક એક લાડ ખાઈને પાશાલે ગયા.
ત્યાર પછી શેઠ પણ ઘેર આવી પહોંચ્યા, થોડોક સમય રહીને નીકરણીની નીચે મૂકેલા બે લાડવા લઈને ઠાકરને આપવા માટે