________________
૧૨
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
ફરતા ફરતા તે એક ધનવાન કૃપણુના ઘરને આંગણે પહેાંચ્યા. શે જિનરક્ષિતને જોઈને પૂછે છે—તુ અહીંયા કયાંથી શા માટે આવ્યે છે ?' તે રડતા રડતા ખાલે છે— મારા મેાટાભાઈ જંગલમાં સર્પથી ડંખાયેલા મરણ પામ્યા છે. તેમની મરક્રિયા કરવા માટે સામગ્રી લેવા આવ્યો છું. હે દયાળું ! મારા ઉપર કૃપા કરીને મરણક્રિયાના સામાન મને આપે.' એમ રડતા રડતે કહે છે. ત્યારે તેની આંખમાંથી રડતે માતી પડતાં જેઈને માતીના લાભ રૂપી રાક્ષશને વશ થયેલ તે તેને (જિનરક્ષિતને) શીઘ્ર ધરની અંદર લઈ જાય છે. પોતાના નોકરને હાથના ઈશારાથી કહે છે—આને ઉપલે માળે લઈ જા ? તે નાકર તેને ઉપર લઈ જાય છે. કૃપણ શેઠ પછી ઉપર જઈ તે જિનરક્ષિતને જોરથી સાતમે માળે લઈ જઈ એક પેટીમાં નાંખે છે,
તે ત્યાં રહેલા ચિંતવે છે—હવે શું કરવું ? ક્રૂર શેઠ દેખાય છે. માતીના લેાભે હું અહી નંખાયા. અહીંથી નીકળવું કેવી રીતે સંભવે ? મારા ભાઈની મરક્રિયા કેવી રીતે કરીશ ? એમ રડતા પેટીમાં રહ્યો છે. કૃપણ શેઠ પણ રાજ પ્રભાતે તેને બહાર કાઢીને ચાણુકના પ્રહારથી મારીને આંખેામાંથી પડતાં મેાતી લે છે. પછી સ્વાદિષ્ટ ભોજન ખવડાવીને ફરી પણ પેટીમાં પૂરે છે, એમ તેના દિવસા દુઃખે જાય છે.
અહીં જિનદત્તનુ શુ થયુ તે કહેવાય છે. તે જંગલમાં મધ્યાહ્નકાળે ગારુડી વિદ્યા જાણનારા કેટલાક ગારૂડીએ ત્યાં આવી પહોંચ્યા. રસ્તાના થાક દૂર કરવા માટે તે ઝાડ નીચે. રહ્યા. પરસ્પર વાતચીત કરતા તે ગાડિકાથી ઝાડની ડાળીએ બધાયેલે જિનદત્ત દેખાયા. ત્યારે ઉપર ચઢીને તે જિજ્જત્તને નીચે ઉતારીને તેને નિશ્ચેષ્ટ જુએ છે. લીલા રંગ વડે વ્યાપ્ત શરીરવાળા તેને જોઈને