________________
જિનદાસની કથા
સંપદાઓ સારી રીતે રક્ષણ કરાયેલ છતાં પણ પાપના ઉદયથી નાશ પામે છે અને પુણ્યના
ઉદયથી ઉત્પન્ન થાય છે, જિનદાસનું ઉદાહરણ જુદાં જુદાં પ્રકારનાં અનેક કોષ જિનમંદિરેથી શોભતી ધમપુરી નામે નગરી છે. ત્યાં જિનદાસ દાનશીલ રાષ્ટિવર્ય હતું. તેને શીલરૂપી અલંકારથી વિભૂષિત જિનમતી ધર્મપત્ની હતી. તેમને બે પુત્ર હતા. એક જિનદત્ત અને બીજે જિનરક્ષિત.
અધિક દાનગુણથી ખુશ થયેલ રાજાએ નગરશેઠ પદ આપ્યું તેથી કેમાં માનનીય તે થે. પૂર્વે ઉપાર્જેલ પુણ્ય ક્ષીણ થવાથી એક વખત દાનગુણુ વડે ખુશ થયેલી લક્ષ્મીદેવી મધરાતે તેના રસેડામાં આવી રુદન કરે છે. રુદન સાંભળી શેઠ વિચારે છે-“મધરાતે કઈ દુઃખી રડે છે.' પિતાની સ્ત્રીને ઉઠાડી દીવો લઈ ત્યાં આવે છે અને રુદનનું કારણ પૂછે છે. તેણી કહે છે તમારા દાનગુણથી ખુશ થયેલી આજ સુધી તમારે ઘેર ગુણાનુરાગથી બંધાયેલી સુખેથી રહી. હવે તમારું પુણ્ય ક્ષીણ થયું, તેથી તમારા ઘેરથી જઈશ. એમ પ્રેમથી બંધાયેલી પૂછવા આવી છું.” શેઠે કહ્યું–‘એક સરખી અવસ્થા કોને હોય છે? એમાં શું આશ્ચર્ય ? સુખેથી જાઓ તમે?” લક્ષ્મીદેવી તેના સ્નેહપાશથી બંધાયેલી કહે છે–આજથી આઠમે દિવસે જઈશ,