________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
આવી પહોંચનાર છે તે વખતે. આ જિનદાસ શ્રેણિવરનું જે ધન નદી પ્રવાહથી તણાઈ ગયેલું, અને સમુદ્રની અંદર આવી પહોંચેલું તે બધુ ધન-ગુમ રત્ન ભરેલ પટ્ટકસહિત તેમજ તે સેનાની થાળીઓને કથળે-તે સાર્થવાહને મળી ગયું.
તે સમૃદ્ધિથી મહાઋહિવંત પિતાના નગરમાં આવી પહોંચ્યો. જે દિવસે તે જિનદાસ સહકુટુંબ નગરની બહાર આવે છે તે દિવસે જ તે સાર્થવાહે આખા ગામને જમાડવાનું શરૂ કરેલું. | ભજન અવસરે તે જિનદાસ બે પુત્રોને ઈક જગ્યાએથી ચણા મેળવીને ભોજન માટે આપે છે. તે વખતે ગામમાં રહેનારી પાણી માટે જતી સ્ત્રીઓ તે જોઈને કહે છે–અરે લેકે ! શા માટે ચણું ખાઓ છે ? આજે નગરમાં સાર્થવાહ સર્વ ગામને ભોજન કરાવે છે. તમે પણ ત્યાં ચાલે, અને સ્વાદિષ્ટ ભોજન ખાઓ.” જિનદાસે કહ્યું—“અમારા જેવાના નસીબમાં તે નથી, તે કારણથી આજ શ્રેષ્ઠ છે. તેઓ (તે સ્ત્રીઓ) ગામમાં જઈને સાર્થવાહને કહે છે-“તમે સર્વ ગામને જમાડે છે, પરંતુ ગામ બહાર કોઈ પરદેશીઓ આવેલા છે. તે ભોજન કરવા આવતા નથી, ભૂખ્યા જ રહે છે. તે સારું નથી.” તે સાંભળી સાર્થવાહ તેમને બેલાવવા માટે માણસ મોકલે છે. તેમના ઘણા જ આગ્રહવશથી જિનદાસ સહકુટુંબ ત્યાં ગયે. સાર્થવાહ પણ આવેલા તે જિનદાસને સન્માનીને પિતાની સાથે જમાડે છે.
એટલામાં શું થયું તે કહે છે–તે સાર્થવાહ પિતાના કુટુંબ પરિવારને તથા પરદેશી જિનદાસને પિતાને ઋદ્ધિ વિસ્તાર બતાવવાને તે સોનાની થાળીઓ ભોજન માટે કઢાવે છે. ભવિતવ્યતાને તે જ ખંડિત થાળી ભોજન માટે શેઠને આવી પહોંચી. તે જોઈને ચિતવ્યું–આ થાળી મારી કે નહિ એમ જાણવા માટે માથાની પાઘડીમાંથી તે થાળીને ટુકો કાઢો અને થાળીના ખંડિત