________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
વખતે નકર વડે બધી ગણાઈ. તે બત્રીસ પૂરેપૂરી થઈ ગઈ. શેઠે ચિંતવ્યું—નકામો અને માર્યો. જિનદાસને કહે છે મારા અપરાધને ક્ષમા કરે મારા વડે વિચાર કર્યા વિના એકદમ કામ કરાયું છે” જિનદાસે કહ્યું–તમારો દોષ નથી, મારે જ દે છે. કારણકે પુણ્ય વગર તમારે ઘેર ભોજન માટે આવી પહોંચ્યો. જે નસીબમાં મિષ્ટાન ન હોય તે તેના ભેજનમાં વિપરીત જ થાય” . ત્યાર પછી તે શેઠ વડે ખંડિત કાંઠાવાળી થાળી બાબત પ્રશ્ન પૂછો. તેણે કહ્યું–ખંડિત થાળી ભોજન માટે મને આવી પહોંચેલી. તે જોઈને “શું આ મારી છે કે નહિ ?” એ જાણવા માટે મારી પાસે રહેલ થાળીના કાંઠાને ટુકડે ત્યાં લગાવ્યો. નિર્ભાગ્યતાથી ત્યાં જ સ્થિર થઈ ગયો છે, લીધો નથી.' એમ સર્વવૃત્તાંત કહેવાપૂર્વક કહે છે–આ ઋદ્ધિવિરતાર મારો જ છે. જે તમને શંકા હેય તે. સચ્ચાઈ (સાબીતી) માટે કહું છું–જ્યાં થાળીએ મળી ત્યાં તમને તે સાથે બીજું કંઈ પણ મળ્યું કે નહિ?” તે શેઠે કહ્યું ઘણું વસ્તુ છે તે સાથે મળી, બીજું પણ–ભારવટીયા પલંગ વગેરે ઘણી લાકડાંની વસ્તુઓ.” જિનદાસે કહ્યું – જ્યાં તે છે, ત્યાં મને લઈ જાઓ.’
તે શેડ ત્યાં તેને લઈ જાય છે. ત્યાં જઈને એક સ્કૂલ પાટડાને ફાડે છે. તેમાં ઘણું રત્ન લાખની કિંમતવાળા દેખાયાં. ત્યારે ધમદાસે જાયું–આ બધી ઋદ્ધિઓ આની જ.” તેને કહે છે–“જો તારી આ છે, તે લઈ લે જિનદાસે કહ્યું ક્ષીણ પુણ્યવાળા મારી બધી નાશ પામેલી ઋદ્ધિ તમારી પાસે આવી પહોંચી જે પુણ્ય ન હોય તે લેવાથી શું ? તેનું મારે પ્રયોજન (કામ) નથી.” એમ કહીને આગળ ચાલે છે. જતાં તેને કહે છે કેટલાંક રત્ન લે !' તે લેતે નથી. ત્યારે ઉપકાર કરવા માટે બે બાળકોને ભોજન માટે એક એક રન મુકેલ છે ચાર લાડુ આપે છે. જિનદાસ નિષેધ કરે છે.