________________
જિનદાસની કથા
ભાગમાં લગાડ્યો ત્યારે ભોજનની અત્યંત ઉષ્ણતાથી લાખને રસ પીગળી ગયે છતે તે ટુકડો ત્યાં જોડાઈ ગયે. તેણે વિચાર્યું આ સર્વ ઋદ્ધિ મારી, તે પણ જે ગઈ ત્યારે ટુકડાથી શું? તે પણ. જાય.” તેથી તેના વડે તે ન લેવાય. ભોજન બાદ બધા ઉઠ્યા. તે જિનદાસ પણ જમીને ચાલ્યો.
પછી ધમદાસ શેઠે પિતાના નેકરને કહ્યું – બધી થાળીઓ ગણ” તેણે ગણનામાં તે ખંડિત થાળી દીઠી નહીં. શેઠને કહ્યું– તે ખંડિત થાળી દેખાતી નથી, તેણે કહ્યું-કેને ભોજન માટે આપેલી ? નેકરે કહ્યું તે આજે આવી પહોંચેલ નિર્ધન પણાને આપેલી.” શેઠે ચિંતવ્યું–‘જરૂર તેણે લીધેલી સંભવે છે. તેથી નેકરને મેકલીને સકુટુંબ જિનદાસ બેલાવાય. આવેલા જિનદાસને કહે છે–‘નિર્ધન ભેળ જાણું મારાથી ભોજન માટે નિમંત્રાયો, પરંતુ તું દુષ્ટ કપટી છે. કારણ કે ભોજન બાદ સોનાની થાળી પણ તેં લઈ લીધી, મારી થાળી આપ.” તેણે કહ્યું—“ નથી લીધી.” શેઠે કહ્યું–‘તું ધૂર્ત છે. માર વગર સાચું નહીં લે.” ગળું પકડીને લાતેથી મારે છે. જિનદાસ ચિંતવે છે–નસીબ પરાડમુખ હોવાથી મેં આનું સ્વાદિષ્ટ ભેજન ખાધું તેથી મને માર પડ્યો. જે સાચું કહું તે પણ અસંભવિતને કાણુ વળી માને ? તેથી સહન કરવું જ સારું.' આથી તે મૌન જ રહે છે. ઘણું મારથી આંખમાંથી આંસુ ટપકે છે. તેને રડતે જોઈ શેડ કહે છે–“ રડવાનું કારણ?” તે નિર્ધન શેઠ કહે છે-“કહેવાથી ન કહેવું જ સારું.” તે સાંભળી એકદમ ચમકેલે ઘણું જ આગ્રહથી પૂછે છે– “સાચું કહે આનું કારણ.” ત્યારે તેણે કહ્યું–થાળી મેં નથી લીધી પહેલાં થાળીએ ગણે, પછી મને પૂછે.” નેકરને બોલાવીને પૂછ્યુંકેમ થાળીઓ ગણેલી કે નહિ ?” તેણે કહ્યું–મેં ગણું નથી, પરંતુ ખંડિત થાળી દેખાતી નથી તેથી મેં કહેલું.–“એક થાળી નથી. તે