________________
જિનદાસની કથા
L
ત્યાં સુધી તમે મારી કૃપાથી જેમ ઇચ્છા હોય તેમ મેાજ કરી’ એમ કહીને દેવલાકમાં ગઈ.
પ્રભાતે શે વિચારે છે—જો લક્ષ્મી પોતાની ઈચ્છાથી જાય છે ત્યારે કાઢવી સારી' એમ ચિંતવીને ઘરની સારી વસ્તુ ધરની બહાર કાઢીને દીન, અનાથ, દુ:ખીજનાને દાન આપવા લાગ્યા. એમ સાત દિવસ સુધી. અને આડમે દિવસે નિધન થયેલા તે ત્યાં રહેવા અશક્ત સંધ્યાએ નગરની બહાર નદી કિનારે આવેલા પેાતાના મહેલમાં સપરિવાર ગયા. ત્યાં રાતે મુશલધાર મેધ વરસ્યા. પાણીના પૂરથી નદી વધી ગઈ. મહેલની અંદર પાણી પેસવાથી ગુ થયેલ પ્રાસાદ પડી ગયા. બધી વસ્તુએ પાણીમાં તણાઈ ગઈ. શેડ જીવ બચાવવા સ્ત્રી અને બે પુત્રો સહિત ઝ'ડ પર ચડી ગયા. વધતી નદીને જુએ છે, ત્યાં પોતાના મહેલમાંથી નીકળી ગયેલ સાનાની થાળીના કાથળાને નદીમાં તરતા દેખે છે. દેખીને નિર્વાહ માટે કાથળામાં રહેલ એક થાળી ખેંચે છે. નસીબ પ્રતિકૂળ હાવાથી થાળીના કાંઠાના ટુકડા હાથમાં આવ્યું. કાથળા પાણીમાં તણાઈ ગયા. તે ટુકડા પેાતાની માથાની પાઘડીમાં બાંધી દીધા. નદીપ્રવાહ એ થયે ઝાડ ઉપરથી ઉતરીને તે બધા ગામથી નીકળ્યા. અને જ્યારે પુત્રો થાકયા ત્યારે એક પુત્રને શેઠ ખભે બેસાડે છે અને ખીજાને શેઠાણી. માર્ગમાં ભૂખથી પીલાયેલા પુત્રાને આમ્રફળો ખવડાવતાં શેઠશેઠાણી આગળ ચાલ્યા. એ પ્રમાણે આંતરે આંતરે ગામમાં રહીને પાતાનાં દેશથી બહુ દૂર નીકળી ગયા.. ભૂખના દુ:ખથી પીડાયેલા ભ્રમણુ કરતાં વિમલપુરીની બહાર આવી પહેોંચ્યા.
તે શ્રેષ્ઠ નગરીમાં એક ધદાસ સાવાહ રહે છે. તે. કરિયાણાં લઈને સમુદ્ર માર્ગે વેપાર કરવા માટે ગયેલા. રત્નદ્રીપ–બર કુલ વગેરેમાં ફરતા ઘણું ધન ઉપાર્જન કરતા પાછા પોતાના દેશ તરફ