________________
જિનદાસની કચા
ૉ
કારણ કે ભાજન ખાતે છતે માર પડયો. તેા લાડુ લેવાથી શું ન થાય ? આથી નહિ લેવું જ સારૂં. તે નિંદ્વાસ લેતેા નથી. તે કહે છે,— હું તમને નથી આપતા, પરંતુ બાળાને ભોજન માટે આપુ છું. એમ દબાણુથી લાડુ આપે છે. ન ઈચ્છતા પણ જિનદાસ આગ્રહવશથી લઈ ને ગામની બહાર નીકળે છે.
સ્ત્રી અને બે પુત્ર સહિત જિનદાસ ગ્રામાંતર જાય છે. ખીજે દિવસે આગળ જતા મધ્યાહ્ન સમયે એક જંગલમાં પહેાંચ્યા. ત્યાં શું થયું તે સાંભળેા.
વિમલપુરીમાંથી કેટલાક કઠિયારા કાષ્ઠ માટે જંગલમાં ગયેલા. ત્યાં વરસાદ પડયે તે લાકડા ન મળતાં તે કઠિયારાઓ ચિતવે છે ‘આજે શું ખાઈશું, કુટુંબને પણ કેવી રીતે પાશુ ?' એમ વિચારી, આજે લૂંટ કામથી વન નિર્વાહ કરીશું.' એમ ચિતવતાં તેમને મામાં જિનદાસ મળ્યા. અને પૂછાયા— રે ! તમારી પાસે શુ છે? સાચું ખેાલા ? નહીંતર તમને મારીશુ` ' તેણે ચિંતવ્યું—નિર્ભાગ્ય એવા મારે લાડુ લેવાના પ્રભાવ કેવા ? તેથી આપી દેવું જ સારું તેથી તેણે કઠિયારાને સાચું કહ્યું—મારી પાસે ચાર લાડુ છે, બીજું' કાંઈ પણ નહી.' તેમણે બધા લાડુએ લઈ લીધા.
જિનદાસ આગળ જાય છે. માર્ગોમાં કળાથી નિર્વાહ કરતા કાઈક હાકારના ગામમાં આવે છે. ત્યાં પેાતાને રહેવા યાગ્ય સ્થાન જોઈને ગામના ઠાકારની રજા મેળવી રહેઠાણ કરે છે, અને એક દુકાન માંડીને ધી, તેલ, લાટ વગેરે વેચવાના તે વેપાર કરે છે. જ્યારે નજીકના ગામામાં વેચવા માટે જાય છે ત્યારે દુકાન સ્ત્રી ચલાવે છે. તે બંને બાળકા ત્યાં ગામમાં પાઠશાલામાં ભણવા માટે જાય છે. એમ તેઓના કેટલાક દિવસેા નિવિઘ્ને પસાર થાય છે.
વળી તે કઠિયારાએ શેઠની પાસેથી ચાર લાડુ લઈને નગરમાં ગયા. નિર્ભાગ્યતાથી વિચાયું.'આ લાડુએથી કેવી રીતે નિર્વાહ થશે.