________________
ફલશાલની કથા
ગુણમાં વિનય હમેશાં શ્રેષ્ઠ છે, કારણ કે આનાથી (વિનયથી) ફલશાલે ઉત્તમ ચારિત્ર મેળવ્યું. મગધ દેશમાં શાલિગ્રામ નામે ગામ હતું. ત્યાં પુષ્પશાલ ગૃહસ્થને પુત્ર ફલશાલ નામે હતો. તે સ્વભાવે સરળ, સ્વભાવે વિનીત અને પરલોકભીરૂ હતે. એક વાર તેણે ધર્મશાસ્ત્ર કહેનારા પાસેથી સાંભળ્યું–જે ઉત્તમ પુરુષોમાં વિનય આચરે છે તે જન્માંતરે ઉત્તમોત્તમ થાય છે.” - તેથી તે “આ મારા પિતા ઉત્તમ છે” એમ સર્વ આદરથી પિતાના વિનયમાં પ્રવૃત્ત થયે. કઈ વાર તેના વડે ગામના સ્વામીને વિનય કરતા પિતા જેવાયા. તેથી “પિતાથી પણ આ ઉત્તમ છે” એમ જાણી પિતાને પૂછી ગામના સ્વામીની સેવા કરવા લાગે, કઈ વાર તેની સાથે રાજગૃહી ગયે. ત્યાં મહંતક (રાજપુરુષ)ને પ્રણમાદિ કરતા ઠાકરને દેખીને, “આનાથી પણ આ ઉત્તમ છે” એમ મહંતક(રાજપુરુષ)ને સેવવાને પ્રવૃત્ત થયે તેને પણ શ્રેણિક રાજાના વિનયમાં તત્પર દેખીને શ્રેણિકને સેવવા લાગ્યો. | કઈ વાર ત્યાં ભગવાન વર્ધમાનસ્વામી સમોસર્યા. શ્રેણિક સેનાપરિવાર સહિત વાંદવા નીકળ્યા. ત્યારે ફલશાલ ભગવંતને સમે