________________
મુખની કથા
જીભ કાબુમાં ન રહેવાથી પરિણામ દુઃખદાયક થાય છે. જેમ વાચાળ સુરક્ષાકર ભૂખ્યો રહ્યો, એક મૂખ મુસાફર ડેસીને ઘેર ગયે. તેણીને કહે છે-“મને ખીચડી રાંધી આપ.” તેણુએ કૃપાથી રાંધવા માંડી. તેણીને ઘેર રુષ્ટપુષ્ટ ભેંસ જોઈ પૂછે છે-“હે વૃદ્ધા ! જે આ મરી જાય તે નાના બારણામાંથી તે કેવી રીતે કઢાય ?” તેણું કહે છે–અપમંગલ ન બોલવું.” તે મૌન રહ્યો. ફરી પણ પૂછે છે-“મા ! તારે પુત્ર છે કે નહિ ?” તેણી કહે છે “વેપાર માટે દેશાંતર ગયો છે તે પૂછે છે –
જે ત્યાં તે મરી જાય, તે તારો કેવી રીતે નિર્વાહ થાય ?” તે વખતે રેલી તેણુએ અર્ધી રંધાયેલી ખીચડી તેના કપડાના પાથરણુમાં નાંખી ઘરમાંથી કાઢી મૂક્યો. ચાલ્યા જતા તે મુસાફરને કેઈક પૂછે છે—“શું કરે છે ?” તે કહે છે– જીભને રસ”
એ પ્રમાણે જીભમાં અમૃત અને વિષ રહે છે. વિષમય જીભથી સર્વત્ર અપમાનિત થવાય છે. ઉપદેશ-ભગવાનનું નામ સુલભ છે, અને જીભ સ્વાધીન છે
તે પણ તે (જીભ) કાબુમાં ન રાખવાથી માણસે
દુ:ખ પામે છે. (જીભ કાબુમાં ન રાખવા પર મુખ મુસાફરની કથા સમાપ્ત.)