________________
પ્રાસંગિક બે – બાલ
માનવ ધારે શું? અને કુદરત કરે છે પણ શું ?
અપૂર્ણ` દષ્ટિ સદા સીમિત અને પરીસ્મિત હાય છે, જ્યારે પૂર્ણ પુરુષની દૃષ્ટિ સિષાતીત હોય છે.
આ સનાતન સત્યને અનુભવ પ્રસ્તુત પુસ્તકના પ્રકાશન અંગે થયા. છેલ્લા ફારમનું કામ ચાલુ હતું. સંકલ્પ હતા કે પુનઃમુદ્રણનું કાસ પૂર્ણ થયે પૂજ્યપાદ ધર્મ રાજ્ય ગુરુદેવ શ્રીમાન વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજા જ્યારે સુરત ગેાપીપુરાના શ્રી વાસુપૂજ્ય જિનમદિરની સ. ૨૦૩૨ મહા સુદ ૭ શનિવારના શુભ દિવસે પ્રતિષ્ઠા અંગે પધારવાના છે તેવા નિર્ણય થતાં તે પ્રતિષ્ઠાના પૂણ્ય દિવસે પ્રસ્તુત પ્રકાશનના સમારોહ કરી પ્રકાશિત કરવું.
માગશર વદ ૩ ના સુરત તરફ સાબરમતીથી વિહાર પણ કર્યાં, માગશર વદ ૧૪ ના ગુજરાત રાજ્ય હાઈકાના સુશ્રાવક સાંકળચંદ હિં મતલાલ શાહના એલિસબ્રીજના નિવાસસ્થાને અમદાવાદથી વિહાર કરીને જવાનું થયું, એકાએક સાંજે ૬ વાગે એક દુઃખદ અને ચિંતા સમાચાર મળ્યા કે ધંધુકા પાસે તગડી ગામે શ્રી સંધ કૌશલ્યાધાર શ્રી જિન શાસન નાયક પરમગીતા પ. પૂ. આ. ભગવંત શ્રી વિજયનંદન સૂરીશ્વરજી મહારાજા સાંજે ૫-૧૫ મીનિટે કાળધર્મ પામ્યા. માનવામાં પણ ન આવે તેવા સમાચારથી અકથ્ય દુઃખ અને વેદના થયા પણુ ભાવિ આગળ અન્ય ઉપાય શે ?
પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી અમદાવાદથી ૭૮ વર્ષની ખ્રુઝ વયે શેઠશ્રી આણુજી કલ્યાણજી પેઢી દ્વારા શ્રી સિદ્ધ ગિરીરાજ ઉપરના મુખ્ય ટુંકના જિર્ણોદ્ધારનું કાર્ય ચાલતું હતું. તેમાં મુખ્ય જિનાલયના