________________
૨૫
જિનેશ્વર ભગવંતના તારક તીર્થની ભક્તિ સેવા કરવાની જીવનમાં પ્રાપ્ત થયેલ પુણ્ય ક્ષણને સફળ બનાવવા શુભ વ્યવસાયથી જીવનભરની રત્નત્રયીની ઉપાસનાના પરીબળથી પ્રાપ્ત થયેલ ગીતાર્થ ભાવની પરિપકવતાથી સમગ્ર ભારતના શ્રી સંઘોની યગક્ષેમની શુદ્ધ ભાવનાથી પોતાના જન્મ જીવન અને મરણને ઉજવલ બનાવી સમાધિ મૃત્યુને ભેટ્યા પણ
તેઓના આદર્યા અધુરા રહેલા પ્રતિષ્ઠાના મહાકાર્યને પુરૂ શે કરવું ? તેની વિમાસણ હતી.
પણ ભવભીરૂ ગીતાર્થ તે સ્વ. સૂરિ ભગવંતની કોઈ અગમ્ય પ્રેરણાથી શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢીને પ્રતિનિધિઓએ પેઢીની પદ્ધતિ અનુસાર પોષ સુદ ૧ ના અમદાવાદ પાંજરાપોળ ઉપાશ્રય બિરાજતાં પૂજ્યપાદ ગુરૂદેવ શ્રીમાન વિજ્યકસૂરસૂરિશ્વરજી મહારાજાને પ્રતિષ્ઠાનું કાર્ય કરવા વિનંતી કરતાં પૂજ્ય ગુરૂદેવ શ્રીમાનને તે દક્ષિણ ગુજરાતના પાંચ ગામોના જિનાલયની પ્રતિષ્ઠા તેમ ૩ મુમુક્ષુ બહેનને ભાગવતી દીક્ષા પ્રદાન કરવાના ફાગણ સુદ ૭ સુધીના થયેલા નિર્ણય હોવા છતાં તે તે ગામને શ્રા સંઘના અગ્રણીઓને અમદાવાદ બોલાવી સર્વ પરીસ્થિતિને ખ્યાલ આપી પિતે વચનબદ્ધ થયેલ હોવાથી તે તે સંઘની પ્રસન્નતાપૂર્વક પાલીતાણા શ્રી પ્રસિદ્ધ ગિરીરાજ ઉપરના નૂતન જિનાલયની પ્રતિષ્ઠા કરવા જવા સમ્મતિ મેળવી પૂજ્યશ્રીએ શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના પ્રતિરિધિઓની વિનંતિ સ્વીકારી.
સ્વપૂજ્ય આ. ભગવંતના સ્વર્ગવાસ બાદ તેઓ પૂજ્યશ્રીના સહવતિ પૂ. આચાર્ય મહારાજાદિ તગડીથી બોટાદ થઈ પાલીતાણા પોષ સુદ ૧૩ ના પહોંચી ગયા હતા જ્યારે
અમદાવાદ પાંજરાપોળથી પ. પૂ. આરાદયપાદ ગુરૂદેવ શ્રીમાનનું પિોષ સુદ ૧૩ ના વિહાર કરવાનું નક્કી થતાં પ. પૂ. આગમેદ્ધારક