________________
૧૪
કલશામૃત ભાગ-૫ છોકરાઓ કંઈ દે, આપણે રળીએ છીએ એટલું થાય પછી નિવૃત્તિ લઈએ). ધૂળેય નથી ! તો એમ કે નિવૃત્તિ લઈ શકીએ. આ...હા...! અહીં તો કહે છે કે, પ્રવૃત્તિના ગંજ પ્રતિકૂળ હોય તો સમ્યક્દષ્ટિ પોતાના ભાવમાં નિવૃત્તિમાં જ પડ્યો છે. આહા...હા...!
મુમુક્ષ :- ચૈતન્ય ચમત્કાર !
ઉત્તર :- એ ચૈતન્ય (ચમત્કાર છે). ચૈતન્ય ભગવાન ! અંદર ચૈતન્ય આનંદનો સાગર પ્રભુ ! એનું જેને સમ્યગ્દર્શન (થયું). સમ્યગ્દર્શન એટલે કે એકલી દેવ-ગુરુની શ્રદ્ધા એમ નહિ. એકલી વ્યવહાર નવ તત્ત્વની શ્રદ્ધા એ નહિ, આ તો અતીન્દ્રિય આનંદનો નાથ તેનો અનુભવમાં સ્વાદ આવવો, અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો એનું નામ સમકિત છે. આહા...હા...! એની તો ખબરું ન મળે અને હવે ધર્મી થઈને વ્રત કરો અને તપ કરો ! મરી ગયા અનંતકાળથી ! આહા..હા..!
અહીં કહે છે, “તેનું સમાધાન આમ છે કે અનુભવથી ચૂકતો નથી. એમ કે આવી ઢગલાબંધ શાતા વેદનીની સામગ્રી (હોય), એક એક દિવસના અબજો રૂપિયા આવતા હોય એવી પેદાશની સામગ્રી હોય તો અંદર કંઈક લલચાતો હશે ? કહે છે, ના. આ...હા...હા....! છે ને અત્યારે પેલો ? એક કલાકની દોઢ કરોડની પેદાશ ! બીજો એક દેશ છે ત્યાં એક દિવસના અબજોની પેદાશ અત્યારે છે ! અબજો રૂપિયા એક દિવસમાં ! અનાર્ય માણસ ! મરીને બધા નરકે જવાના. આહા...હા...!
આ આત્માનું સમ્યગ્દર્શન થતાં કહે છે કે, સાતમી નરકની નારકીની પ્રતિકૂળતાનો સંયોગ હો કે સ્વર્ગમાં ઈન્દ્રના ઈન્દ્રાણીઓ આદિની સગવડતા હો પણ પોતાના આનંદના અનુભવથી મૂત થતો નથી. આહાહા...! ક્યાંય તેની સુખબુદ્ધિ થતી નથી. આહાહાહા...! કે, આ બધી સામગ્રી છે માટે અમે સુખી છીએ. એ માનનારા તો મિથ્યાષ્ટિ છે. સુખી તો આત્માના આનંદના અનુભવથી સુખી (છે) તે સુખી છે. સમજાણું કાંઈ ? ઝીણી વાત, બાપુ ! વીતરાગનો માર્ગ તીર્થકર જિનેન્દ્રની જ્ઞાનની ધારા એવી કોઈ અલૌકિક છે ! જગતને સમજવું ભારે કઠણ ! આહા..હા...!
અહીં કહે છે કે, કોઈ એમ માને કે આવી સામગ્રીમાં સમ્યગ્દર્શન ? અનુભવથી – શુદ્ધ સ્વરૂપના અનુભવમાં અશાતાની ઘોર સામગ્રી મળે, શાતાની અનુકૂળતાના ગંજ મળે તો અંતર શુદ્ધ સ્વરૂપથી મૂત થતો હશે ? કે, બિલકુલ નહિ. એ શેય તરીકે જાણે. મારા જ્ઞાનનું પરશેય છે. એ મારી ચીજ નથી, મને નથી, મને અડતી નથી. આહા...હા...! શરીરમાં સોળ રોગ હોય તોપણ સમકિતી જાણે છે કે, એ રોગ મને અડતા નથી, હું એને અડક્યો નથી. આહા..હા...હા...! જેને હું અડ્યો છું, ચુંવ્યો છે એ તો ભગવાન આનંદનો નાથ પ્રભુ છે. એ આત્માને હું તો અડ્યો છું. આહા...હા...! આવી સમ્યફદૃષ્ટિની દૃષ્ટિ ! એનો જે શુદ્ધ (સ્વરૂપનો અનુભવ થયો તે) પ્રતિકૂળતા અને અનુકૂળતા તેને ખેંચી શકતા નથી.