________________
અન્ય દર્શનકારો આ જ વાતને બીજી રીતે કહે છે, કે ઈશ્વર હંમેશાં ભલું જ કરે છે. કદી પણ ભુંડું નથી જ કરતા.
આ દષ્ટિએ તેઓ પણ ધર્મ મહાસત્તાને સમજ્યા ગણાય. | ગીતાને અનાસક્તિ યોગ એટલે પૂર્ણ સમર્પણ ભાવ અર્થાત્ ધર્મ મહાસત્તાની બીનશરતી શરણાગતિ. જે જીવને ઉલ્કાતિ તરફ લઈ જાય છે. માટે જે કાંઈ થયું છે, થાય છે અને થશે તે સારા માટે જ છે. જે કાંઈ ભલું થશે. તે સારી ક્રિયા હશે તે જ થશે એમ અનાસક્તપણે. માનવું એ ધર્મ મહાસત્તાની કે ઈશ્વરની બીનશરતી શરણાગતિ છે. “ઈશ્વરેચ્છા” કહીને હિંસા ન કરી શકાય, કારણ કે તે રાગ-દ્વેષ વિના થતી નથી.
આપણે ત્યાં અનાસક્તિ યોગ કહ્યો છે, “હે વીતરાગ ! તારા સિદ્ધાન્તમાં નિયાણુનું બંધન નિષેધ કરાયેલું છે, એ રીતે પુણ્યના ફળની આકાંક્ષાને નિષેધ કર્યો છે. શુભા કાર્ય પણ અનાસક્તપણે કરવાનું કહ્યું છે. ધર્મ મહ સત્તાની અને ઈશ્વરની ઈચ્છા, એજ આપણી ઈચ્છા.
આ રીતે બધાં આસ્તિક દર્શને જીવની કક્ષા અનુસાર-ચોગ્યતા મુજબ ધર્મ મહાસત્તાના નિયમનું જીવની પાસે પાલન કરાવી એની ઉત્કાતિમાં સહાય કરી રહ્યાં છે. બધા દર્શનના સત્ય અંશ મળીને જૈન દર્શન બની જાય
૧૬ ]
જૈન તત્વ રહસ્ય