________________
અશુભ કિયાથી અશુભ ભાવને અનુભવ છે એટલે સહજ છે, તેટલે શુભ કિયાથી શુભ ભાવને અનુભવ થવો સહજ નથી. એજ એમ બતાવે છે કે એના સતત. અભ્યાસની ખાસ જરૂર છે.
હવે પ્રશ્ન એ રહે છે કે આપણે ઉતરતી કક્ષાએ હોઈએ તે ઉપલી કક્ષાની ક્રિયા આપણને કેવી રીતે લાભ કરે ? ચકવતીનું ભજન ૨કને શે પચે? મંદાગ્નિવાળાને પૌષ્ટિક ખેરાક કેવી રીતે લાભ થાય ?
અહીં કક્ષાને વિચાર બે રીતે છે, એક પ્રવૃત્તિરૂપે અને બીજો પરિણતિરૂપે.
પરિણતિ ક્રિયા સાધ્ય છે અને આવ્યા પછી ક્ષણવારમાં ચાલી જનારી છે. તેથી પરિણતિ વડે કક્ષાને વિચાર અશક્ય છે. માત્ર પ્રવૃત્તિ વડે જ કક્ષાનું માપ નીકળી શકે છે.
તે જેઓ જનકુળમાં જન્મ્યા છે, ઉત્તમ કુળના આચારનું સહજ રીતે પાલન કરી રહ્યા છે, જેના ઘરમાં માંસ મદિરાનું ભોજન કે વેશ્યાગમનાદિ નીચ કર્મોનું સેવન છે નહિ, નીચ કુળમાં થતા જીવ વધના વ્યાપાર કે અશુચિ કર્મો નથી, જેઓને પરલેક ઉપર શ્રદ્ધા છે, આત્માનું હિત કરી લેવું, એજ જન્મને સાર છે. એવા ઉત્તમ સંસ્કારો જેઓને વારસામાં મળેલા છે. જેમાં જીવતાં બધિ મરતે સમાધિ અને પરલોકમાં સદ્દગતિને
૨૧૮ ].
જેન તત્ત્વ રહસ્ય