________________
અન્યાય વૃત્તિથી જીવ પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ અને નવે પ્રકારનું દર્શનાવરણીય કર્મ બાંધે છે. તેના ઉદયથી તે અજ્ઞાન, મૂર્ખ, જડવત, આંધળા, બહેર બેબડે, મૂંગે, , પાંગળો ટુટે થાય છે. તે-તે ઈન્દ્રિય મળતી નથી અને મળે તે પણ શબ્દાદિ તે-તે વિષયનું યથાર્થજ્ઞાન થઈ શકતું નથી. પરિણામે વિવિધ કર્મોને ભોગવતે તે જીવનને નિષ્ફળ ગૂમાવે છે,
અન્યાય વૃત્તિથી વેદનીય કર્મ અશાતારૂપે બંધાય છે. તેના ઉદયથી વિવિધ રોગાદિની પીડાઓ સહવી પડે છે. ઔષધોપચારો પણ અકિંચિકર બને છે. અને ભારભૂત બનેલું જીવન દુઃખપૂર્ણ પસાર કરવું પડે છે. આયુષ્ય પ્રાયઃ નરકગતિનું બંધાય છે કે જેમાં જીવને ઘણું લાંબા કાળ સુધી અકથ્ય યાતનાઓ સહવી પડે છે. યાતનાઓનું વર્ણન સાંભળવામાં પણ હદય કંપે છે. કદાચ કેઈ જીવો ઉપરના ગુણસ્થાને વતતે હોવાથી નરકને બદલે તિર્યચ, મનુષ્ય કે દેવગતિનું આયુષ્ય બાંધે છે, તે પણ તે-તે ભાવ મળવા છતાં સુકૃત્ય થઈ શકતું નથી. અ૫ કાળમાં જ મરણને શરણ થવું પડે છે.
એજ રીતે અન્યાય વૃત્તિથી મેહનીયની–મિથ્યાત્વ, કષાય અને કષાય એમ સર્વ પ્રકૃતિએને બંધ થાય છે. તેને ઉદય થતાં, અન્ય શુભ કર્મના ઉદયને પણ દુરૂપયોગ કરાવી તે આત્માને વિવિધ પાપ-પ્રવૃત્તિઓમાં ફસાવે છે. જીવની બુદ્ધિમાં વિપર્યાસ કરે છે અને તે
૨૬૦ ]
જેન તત્વ રહસ્ય