________________
વગેરે ગુણેને પ્રગટ કરી જન્મ સુધારે છે અને સદગતિ પ્રાપ્ત કરાવે છે.
એનાથી વિપરીત, અન્યાયનું ધન મેળવતાં અને મેળવ્યા પછી પણ ચિંતાનું કારણ બને છે. પિતાને તથા પોતાના માલિકને નાશ કરે છે. વિવિધ ઉપાયોથી તેની રક્ષા કરવા છતાં કેઈ અગમ્ય રીતે તેના માલિકને નિર્ધન બનાવીને ચાલ્યું જાય છે. ચાલવું ન જાય અને. રહે તે પણ, રહે ત્યાં સુધી તેના માલિકની બુદ્ધિમાં લભ, કૃપણુતા, અનીતિ અસદાચાર વગેરે દૂષણને પ્રગટ કરી તેને જીવનભર દુઃખી કરે છે અને ભવાંતરમાં દુર્ગતિ પમાડે છે. બીજાઓને પણ શેરવાની, લૂંટવાની પા૫. બુદ્ધિ પેદા કરે છે.
પ્રજામાં જ્યારે અન્યાયવૃત્તિ વધી જાય છે. ત્યારે રાજ્ય અને રાજા પણ અન્યાયી બને છે. વિવિધ કરો. નાખીને પ્રજાને લુંટે છે અને પ્રજાનું અધર્મથી રક્ષા કરવાનું કર્તવ્ય સૂકીને અધર્મ વધે તેવા કાયદાઓ કરી. પ્રજાના કુળધર્મ અને આત્મધર્મને પણ લૂટે છે.
ન્યાયપ્રિય પ્રજાને રાજા પણ ન્યાયી બને છે. અને તેના રક્ષણ તળે પ્રજા પિતાના ધન અને ધર્મનું રક્ષણ કરી લૌકિક, લોકેત્તર ઉભયપ્રકારના હિતને સાધી શકે છે.
એથી સુરાજ્યની પ્રાપ્તિ માટે પણ ન્યાયનું પાલન આવશ્યક છે. યથા રાજા તથા પ્રજાએ પણ એક સત્ય છે, અન્યાયી રાજનો સુમેળ મળતું નથી.
૨૬૪]
જૈન તત્વ રહસ્ય