Book Title: Jain Tattva Rahasya
Author(s): Bhadrankarvijay
Publisher: Premji Korshi

View full book text
Previous | Next

Page 278
________________ એ રીતે! ન્યાયવૃત્તિ અને ન્યાયસંપન્ન વૈભવ જગતના પ્રાણ છે. સુખ માત્રને આધાર છે અને ધર્મનું મૂળ છે તેનું યથાર્થ સંપૂર્ણ વર્ણન થઈ શકે તેમ નથી. જીવમાં જેમ-જેમ સત્ત્વ ખીલે છે, તેમ–તેમ આ ન્યાયવૃત્તિ અને ન્યાયસંપન્ન વિભવ સુલભ બને છે. સ્વગુણેને જીવનમાં મહત્તવ આપવાથી સત્ત્વ ખીલે છે અને ધન વગેરે જડ વસ્તુઓની આવશ્યક્તા ઉપર ભાર મૂકવાથી રજોગુણ અને તમે ગુણ પિષાય છે. પરિણામે સત્વગુણ નાશ પામે છે. અને જીવ, જડ પદાર્થોને દાસ બની અન્યાય કરતે થઈ જાય છે. સંભળાય છે કે એકદા રાજા વિક્રમ સામાન્ય નિદ્રામાં હતો ત્યારે મધ્ય રાત્રે એક સ્ત્રી તેના શયનગૃહમાં આવી અને વિક્રમને જગાડો. વિકેમે પૂછયું કેમ? કોણ છે? કેમ આવ્યાં છે? સ્ત્રીએ કહ્યું, હું લક્ષમી દેવી છું. આપની પાસેથી જવા માટે અનુમતિ મેળવવા આવી છું. વિકમે કહ્યું, સુખેથી જ્યાં જવું હોય ત્યાં જાઓ. પછી લેશ પણ ચિંતા કર્યા વિના તે પુનઃનિદ્રાધીન થઈ ગયો. - દેવી આશ્ચર્ય પામી બહાર નીકળી અને વિચાર કરતી ઊભી રહી. થોડી વાર પછી બીજી સ્ત્રી આવી તેણે વિકમને જગાડ અને પોતે કિતિ છે–એમ કહી જવાની રજા માગી. જૈન તત્વ રહસ્ય [ ૨૬૫

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282