Book Title: Jain Tattva Rahasya
Author(s): Bhadrankarvijay
Publisher: Premji Korshi

View full book text
Previous | Next

Page 280
________________ કહેવાનું તાત્પર્ય એ છે કે લક્ષ્મી અને કીતિને વશ પડેલા સત્ત્વને, પોતાના ગુણને મહત્ત્વ આપી શિકતા નથી, તેને અનાદર કરે છે અને તે જાય છે, ત્યારે લક્ષમી અને કીતિ રાખવા છતાં રહેતી નથી. પછી તેના મોહમાં ફસાયેલે જીવ તેને રાખવા વિવિધ અન્યાય કરે છે, અને જીવન પાપથી ભરાઈ જાય છે. જ્યારે સવશાળી આત્મા લક્ષમી અને કીર્તિની - દરકાર ઓછી કરે છે. સર્વ ને તત્ત્વ માની તેની રક્ષા કરે છે. સર્વને છોડતા પહેલાં પ્રાણને છોડવા તૈયાર થાય છે અને તેથી સત્ત્વની સાથે રહેનાર લક્ષમી અને કીતિ તેની દાસીઓ બનીને રહે છે. પરિણામે સમગ્ર લોકપણ તેની સેવા કરવા પ્રેરાય છે. જીવ જ્યારે પિતાના જીવનથી સત્તની રક્ષા કરશે, લક્ષ્મી અને કીર્તિની મહત્તાને ઓછી સમજશે, ત્યારે તેને મળશે તે ધન અને કીર્તિ પૂર્ણ ન્યાય સંપન્ન હશે. તે તેના સર્વ સુખનું કારણ બનશે. માટે સત્ત્વને પ્રાધાન્ય આપી, તેની રક્ષા કરવી જોઈએ. ટુંકમાં કહું તે ન્યાય એ જ્ઞાન છે, દર્શન છે અને ચારિત્ર છે. એ વિનય છે, ત૫ છે, જિનપૂજા છે અને ધર્મનું સર્વસ્વ છે. સત્ત્વથી ન્યાયનું પાલન કરીને મેળવેલું ઘન સર્વ સુખ આપે છે. માટે તેને માર્ગાનુસારીના પ્રથમ ગુણ તરીકે વર્ણવ્યા છે. તેની ઉપેક્ષામાં સારભૂત સઘળા તત્ત્વની ઉપેક્ષા છે. તેની આરાધનામાં સારભૂત સઘળા તોની આરાધના છે. જૈન તત્વ રહસ્ય [ ૨૬૭.

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282