________________
લેશ પણ ભાળ્યા વિના વિક્રમે તેને પણ જવાની રજા આપી અને પેાતે નિદ્રાધીન થયા.
કીર્તિની દશા પણ લક્ષ્મી જેવી થઇ. તે પણ મુઝાણી. બહાર નીકળી અને વિચાર કરતી લક્ષ્મીની ખાજુમાં ઊભી રહી.
થાડીવાર પછી એક દ્વિવ્ય વેશધારી પુરુષે વિક્રમના શયનગૃહમાં પ્રવેશ કર્યાં. વિક્રમ જાગી ગયા અને સ ભાવપૂર્વક પૂછ્યુ કાણુ સત્ત્વ ? અત્યારે કેમ આવવું થયું ? સત્ત્વ ઉત્તર આપ્યું, હવે આપની પાસેથી જવુ' છે. તેની અનુમતિ લેવા આવ્યા છુ.
વિક્રમે કહ્યું, ભલે જાએ, પણ એમ ન જવાય, થાડીવાર ઊભા રહેા. એમ કહી એશિકા નીચેથી કટાર કાઢી પેાતાના પેટમાં મારવા તૈયાર કરી–સત્ત્વ વિનાના જીવનની શુ` કિ`મત છે-એમ કહી, જ્યાં મરવા માટે કટાર ઉગામી, ત્યાં તુરત જ સત્ત્વ તેની બે ભુજાઓ પકડી લીધી અને પગમાં પડી વિક્રમની ક્ષમા માગી. અને નહિ જવાની કબુલાત આપી. એથી વિક્રમ પ્રસન્ન થયા. ત્યારે લક્ષ્મી અને કીર્તિ અને પુનઃ શયનગૃહમાં આવી નમી પડયાં. રાજન! ક્ષમા કરી. સત્ત્વને છેડીને અમે કયાંય જઈ શકીએ તેમ નથી. કારણ કે સત્ત્વ જ્યાં રહે છે, ત્યાંજ અમારા વાસ હાય છે. એમ કહી રહેવાની રજા માગી.
વિક્રમે કહ્યુ, જેવી તમારી મરજી.
૨૬૬ ]
જૈન તત્ત્વ રહસ્ય