________________
માટે અહંકાર, સ્વાર્થ અને તેમાંથી પ્રગટેલા કામ, ક્રોધ, મદ, મેહ વગેરે અંતરંગ શત્રુઓને દૂર કરી તેના સ્થાને નમસ્કારભાવ, પરાર્થભાવ અને વૈરાગ્યમૂલક ક્ષમાદિ ધર્મોને પ્રગટાવવા પડશે.
જીવનમાં શ્વાસોચ્છવાસ કરતાં ય ન્યાયવૃત્તિની આવશ્યકતા ઘણી વધારે છે કારણ કે એક શ્વાસોચ્છવાસમાં અસંખ્યાતા સમય વ્યતીત થાય છે. અને તે પ્રત્યેક સમયે જીવ મૂળ સાત કે આઠ કર્મો બાંધ્યા જ કરે છે. આ કર્મબંધ સમયે, જે મન ન્યાયના પક્ષમાં હોય, તે બંધાતા તે દરેક કર્મો શુભ બંધાય અને અન્યાયના પક્ષમાં હોય, તે તે દરેક કર્મો અશુભ બંધાય છે. એનું પરિણામ એ આવે છે કે બાંધેલા શુભ કર્મોના ઉદયથી જીવને સુખસામગ્રી મળે છે. તેને જોગવતાં સુખને અનુભવ કરી શકાય અશુભ કર્મ બાંધ્યા પછી તેના ઉદયે, ન ગમે તે પણ દુઃખનાં નિમિત્ત આવે અને તે દુઃખને અનુભવ કરાવે.
એમ શ્વાસોચ્છવાસ બંધ થવાથી એકજ વર્તમાન ભવનો નાશ થાય છે, જ્યારે અશુભ કર્મોને બંધ અને ઉદયની પરંપરાથી વર્તમાન સાથે ભાવિ અનેક જનમે બરબાદ થાય છે. મહા મહેનતે, લાંબા કાળે માનવભવ જેવી ઉચ્ચ કક્ષાને પામેલો જીવ, પુનઃ ત્યાંથી નીચે ઉતરત નારકી, તિર્યંચ અને છેક નિગોદ સુધી પહોંચે છે.
જન તત્વ રહસ્ય
[ ૨૫૯