________________
વિપર્યાસને વશ તેને વિષને દાસ બનાવી કષાયોનું બળ વધારી મૂકે છે, તેથી તે ઉપકારીઓને પણ દ્રોહ કરે છે. જડ પ્રત્યે રાગ અને જીવ પ્રત્યે દ્વેષ કરી વેર વધારે છે. તદુપરાંત, તે દેવ, ગુરૂ, ધમને એ વિરોધ અને વિયાગ કરાવે છે, કે અનંતકાળ પછી પણ તેઓને યોગ થતું નથી. યોગ થાય ત્યારે પણ તે ગમતા નથી. અને એ રીતે જીવનું સર્વદેશીય પતન થાય છે.
વળી નામકર્મની સર્વ અશુભ પ્રકૃતિઓને બંધ થાય છે અને તેના ઉદયથી જીવને નરક જેવી અશુભ ગતિ કે વિકલેયિકે એકેન્દ્રિય જેવી, બધી રીતે ખરાબ, દુઃખદાયી શરીર અને તેને કટે ઉપરાંત દુર્ભાગ્ય, દરિદ્રતા વગેરે અગણિત દોષ પ્રગટે છે. કે તેનાથી વિવિધ યાતનાઓ ભગવતો જીવ ત્રાહિ–ત્રાહિ પોકારતે સંસારમાં ભૂંડે હાલે ભટકે છે.
ગેત્રમાં, નીચ ગેત્રને બંધ થાય છે. અને તેના ઉદયથી મનુષ્ય થાય તો પણ ભીલ કેળી ભંગી જેવા હલકા કુળમાં જન્મે છે. દેવ થાય તે પણ કિબિષિક જે હલકો દેવ થાય છે તિર્યંચમાં પણ કૂતર, બિલાડે, ભૂંડ, ગધેડે, કાગડો, ઘુવડ વગેરે જાતિમાં જન્મે છે અને સર્વત્ર તિરસ્કારનું પાત્ર બને છે. અથવા તે નારકીમાં નારક થઈ અકથ્ય દુખે ભોગવે છે.
અંતરાય કર્મની પાંચ પ્રકૃતિઓને બંધ થાય છે, એથી તેને ઉદયે નિર્ધન, કૃપણ, તુચ્છ પ્રકૃતિવાળો બને
જૈન તત્વ રહસ્ય
[ ૨૬૪