________________
સવ પાપ વ્યાપારોને ત્યાગ કરી કેવળ પાપકુટુંબન સંબંધ તેડવા માટે જીવનને જિનાજ્ઞાબદ્ધ કરનારા પૂ. સાધુ, સાધવી વર્ગને પણ બેતાળીશ દોષ રહિત નિર્દોષ ન્યાયસંપન્ન આહારાદિ વહોરવાનું વિધાન છે. તેઓ પણ અન્યાય સંપન્ન (દોષિત) આહારદિને ઉપયોગ કરે, તે મનને વિજય કરી શકતા નથી. તે વિવિધ પાપ પ્રવૃત્તિઓમાં ગૂંથાએલ ગૃહસ્થ ન્યાયસંપન્ન વૈભવ વિના મન વિજય કઈ રીતે કરી શકે? અને મન વિજય કર્યા વિના પાપ–કુટુંબના પિષક મનથી કર્મના બંધને કઈ રીતે તેડી શકે ?
એ કારણે આજીવિકા મેળવવામાં ન્યાયનું પાલન અનિવાર્ય છે.
આપણે ધર્મ, અધર્મ એવા શબ્દોને જાણીએ છીએ, પણ તેના આંતર સ્વરૂપથી અજ્ઞાન છીએ, તેથી આપણે ધર્મનાં કાર્યો કરીએ છીએ, પણ ન્યાયને પક્ષ કરતા નથી. અધમના કાર્યોથી ડરીએ છીએ, પણ અન્યાયને પક્ષ કરતાં ડરતા નથી.
ધર્મ-કુટુંબના પ્રાણભૂત ન્યાયની રક્ષા એજ ધમની રક્ષા અને પાપ–કુટુંબના પ્રાણભૂત અન્યાયને ત્યાગ એજ પાપનો ત્યાગ આ તવને આપણે સ્વીકારવું પડશે.
ન્યાય એજ મુક્તિનો માર્ગ છે, એજ યોગબળ છે. એજ ચારિત્ર છે, એજ આત્મા અને એજ મુક્તિ છે. એ
જૈન તવ રહસ્ય
[૨૫૭
૧૭