________________
માનવનું શરીર સર્વ યંત્રમાં એક અલોકિક યંત્ર છે. જીવન માટે જરૂરી લૌકિક, લોકેત્તર સર્વે કાર્યો કરવાની તેનામાં શક્તિ છે, આવડત છે, બીજા કઈ - શરીરથી અશકય એવાં ધર્મના કાર્યો કરવાથી તેની શક્તિના કારણે જ્ઞાનીઓએ તેને ધર્મનું મુખ્ય સાધન માન્યું છે.
આ શરીરનું સંચાલન મન છે મનની પ્રેરણાને આધીન બનેલી ઈન્દ્રિય, તે–તે પ્રવૃત્તિ કરે છે, તેથી મનને વશ કરવું જરૂરી છે મનને વશ કરવું એટલે ન્યાયનું પક્ષકાર બનાવવું. મનને ન્યાયના પક્ષમાં જોડવા માટે ન્યાયસંપન્ન વૈભવથી કેટલી અને કેવી જરૂર છે, તે આપણે વિચારીએ.
પ્રત્યેક સંસારી જીવને પણ કુટુંબ હોય છે. એક આદ્ય અને બે આંતર કુટુંબ, તેમાં પ્રત્યક્ષ દેખાતું ભવ– ધારણીય શરીર અને તે શરીર સાથે સંબંધ ધરાવતાં માતપિતા, પતિ-પત્ની, ભાઈ–બહેન અને સઘળા સ્વજન-સંબંધી વગેરે જીવનું બાહ્ય કુટુંબ છે. તેને સંબંધ
જીવને એક ભવ પૂરતો જ હોય છે, કારણ કે પ્રત્યેક - ભવમાં તે બદલાય છે.
તત્તવથી જીવનું હિત, અહિત કરવામાં આ કુટુંબ ગૌણ છે કારણ કે પ્રત્યેક પ્રસંગમાં તે મનને આધીન રહે છે અને મને બે આંતર કુટુંબેમાંથી એકને આધીન રહે છે, છતાં મૂઢ માણસે આ કુટુંબને પિતાનું સર્વસ્વ માનીને ભૂલે છે.
- ૨૫૨ ]
જૈન તત્વ રહસ્ય