________________
છે, ત્યાં સુધી બાહ્ય અનેક ઉપચારો કરવા છતાં કેઈપણ જીવ દુઃખથી મુક્ત થતો નથી.
આવા કર્મરોગથી દુઃખી સંસારને મુક્ત કરવા પિતાનું સમગ્ર જીવન અર્પણ કરી અને સંપૂર્ણ આત્મશુદ્ધિ કરી, લોકોત્તર સેવા કરનાર વિશ્વબંધુ પ્રભુજી સમર્થ થઈ ગયા છે અને તેમના પગલે ચાલીને બીજા પણ મહાપુરુષ સંસારની સેવા કરી ને લોકેત્તર સેવક તરીકે પ્રસિદ્ધિમાં આવ્યા છે.
સેવા ધર્મો પરમ ગહને ગિનામપ્યગમ્ય
સેવા ધર્મ અતિશય ગહન છે. યોગીએ પણ તેના પારને પામી શકતા નથી.
એટલે તે યોગીઓને પણ આરાધ્ય શ્રી તીર્થકર પરમાત્મા આવી લોકોત્તર સેવા કરી શકે છે. તેમજ દુષ્ટમાં દુષ્ટ જીને પણ તારનારા પરમ વાત્સલ્યરૂપ મહા ઔષધનું દાન કરે છે.
આવા લોકનાથની સાચી સેવા કરતા રહેવાથી જીવનમાં સેવા કરવાને ગુણ પ્રગટે છે.
*,
*
*
જેન તત્વ રહસ્ય
[ ૨૩૧