________________
તે તેણે કઈ પણ વિષય સંબંધી વિચાર વધારે વખત માટે ન કરવું જોઈએ. એમ કરવાની આપણે આપણા જીવનની અનેક સમસ્યાઓને હળવી કરી શકીએ છીએ.
એક આંગ્લ વિદ્વાન એકવર્ડ કાર્પેન્ટર એક પુસ્તકમાં લખે છે, કે તરતને માટે વિચાર માત્રને વિનાશ કરી દે. પછી એ વિચારની શક્તિ અવ્યક્તરૂપે તમારી સમસ્યાઓને સહજમાં ઉકેલી લેશે.
ચિંતાને નાશ કરવાને એક ઉપાય એ છે, કે આપણે હંમેશાં એમજ વિચારવું, કે જે કાંઈ બને છે, તે આપણું કલ્યાણ માટે જ છે. આ ભાવનાને દઢ કરવાના પ્રયત્નને “લાગ” કહેવામાં આવે છે.
આપણા જીવનમાં એવી એવી અનેક ઘટનાઓ બને છે. કે જે એ વખતે તે ખરાબ લાગે છે, પરંતુ કાળાંતરે તે જ કલ્યાણરૂપ બની જાય છે.
એટલા માટે જ ધૈર્યવાન પુરુષ કેઈ પણ તાત્કાલિક હાનિકારક ઘટનાથી પોતાની જાતને દુઃખી બનાવતા નથી. એ તે એ ભાવનાને દઢ કરે છે, કે જે આજે કષ્ટદાયક છે, તેનું પરિણામ ભવિષ્યમાં સારૂં જ આવશે.
આપણે સર્વજ્ઞ નહિ હેવાથી ભવિષ્યમાં બનનારી ઘટનાઓ અગાઉથી જાણી શકતા નથી, પરંતુ આપણે વિચારોમાં તે અનુસાર વહેવાની શક્તિ રહેલી છે.
જેને જે પ્રકારને વિશ્વાસ હોય છે, જેવી ભાવના હોય છે, તેવી જ સિદ્ધિ તેને યથાકાળે પ્રાપ્ત થાય છે.
જેન તત્વ રહસ્ય
[ ૨૪૧