________________
નમસ્કાર ભાવમાંથી પ્રગટ થયેલી પરાર્થવૃત્તિ સર્વ સંપત્તિનું મૂળ છે. તે સ્વાર્થવૃત્તિને ટાળવા અને પરાર્થવૃત્તિ પ્રગટ કરવા માટેના પ્રારંભિક ઉપાયોને માર્ગાનુસારિતા કહી છે. તેનું મહત્વ જાણવું ખૂબ જરૂરી છે.
પરસ્પર અનુવિદ્ધ સમ્યગદર્શન. સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્ર આદિ આત્મગુણે મુક્તિનો માર્ગ છે, એ જ
ગબળ છે. તવથી એજ ન્યાય છે, એ જ ચારિત્ર છે, એજ આત્મા છે અને એજ મુક્તિ છે. તેને મેળવવા માટે માર્ગાનુસારિતા અતિ આવશ્યક છે.
પાયે આગળ વધીને જેમ મકાન બને છે અને બીજ આગળ વધીને જેમ વૃક્ષ બને છે, તેમ ક્રમશઃ આત્મ શુદ્ધિ સાથે વધતી આ માર્ગનુસારિતા એજ મેક્ષમાર્ગ બની જાય છે. અને પરાકાષ્ટાએ પહોંચેલી તે જ મુક્તિ બને છે.
આ રીતે માર્ગોનુસારિતાને સુખ, મુક્તિ સાથે એ સંબંધ છે કે નાના-મોટા બાહ્ય-અત્યંતર સુખને પ્રાપ્ત કરવા માટે તેનું પાલન અનિવાર્ય છે. શાસ્ત્રકાર ભાગવંતએ તેનું પાલન કરવાના ૩૫ પ્રકારે જણાવ્યા છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં માર્ગાનુસારીના ૩૫ ગુણ કહેવાય છે અને તે સર્વમાં ન્યાય સંપન્ન વૈભવ-એ પહેલે ગુણ છે.
આ ન્યાય સંપન્ન વૈભવ ગુણનું વિધાન કરવામાં શારાકારોને મુખ્ય ઉદ્દેશ વૈભવ પ્રાપ્ત કરાવવાને નહિ પણ અન્યાયના ત્યાગપૂર્વક ન્યાયનું પાલન કરાવવાનું છે.
=
૨૪૬ ]
જૈન તત્વ રહસ્ય.