________________
ત્રણે કારણેને માનવા જોઈએ. ત્રણેના પેગ વિના ભણવું તે દુઃશક્ય છે.
આ કાર્યમાં ભણનારને પ્રયત્ન અને બુદ્ધિ બંને કારણ છતાં–‘ગુરૂ કૃપાથી હું ભણી શક; એમ માનનારા શિષ્યની બુદ્ધિ માર્ગોનુસારિણી ગણાય છે. અને ગુરૂકૃપા ભલે હોય, પણ મારી બુદ્ધિ વિના ગુરૂ શી રીતે ભણાવી શકે? માટે મારી બુદ્ધિથી હું ભણું શક, એમ માનનાની બુદ્ધિ ઉન્માર્ગગામિની કહી શકાય. પહેલી બુદ્ધિમાં ન્યાય છે, બીજીમાં અન્યાય છે.
આ દષ્ટાન્તમાં ગુરૂ પણ જે શિષ્યના ઉદ્યમ અને બુદ્ધિને મુખ્ય માને અને પિતાના પ્રયત્નને ગૌણ માને, તે ગુરૂની બુદ્ધિ માર્ગાનુસારિણી અને પોતે ભણાવ્યો માટે જ શિષ્ય ભણી શકે, એમ માને તે તે બુદ્ધિ ઉન્માર્ગગામિની ગણાય. કારણ કે તે અહંકાર વર્ધક છે.
એ જ રીતે ભણાવવાને ગુરૂને પ્રયત્ન છતાં શિષ્ય ન ભણી શકો, ત્યારે જે એમ માને કે ગુરૂએ તે મારા પ્રત્યે ઘણે ઉપકાર કર્યો, પણ મારી બુદ્ધિ મંદ હેવાથી હું ન ભણી શક્યો, તે તે બુદ્ધિ માર્ગોનુસારિણી અને પોતાની મંદ બુદ્ધિને ગૌણ કરીને ગુરૂએ ભણાવવામાં લક્ષ્ય ન આપ્યું, માટે હું ન ભણી શકો, એમ માને તે તે બુદ્ધિ ઉન્માર્ગગામિની સમજવી.
ગુરૂ પણ એમ માને કે શિખ્ય જડ હેવાથી ન ભણી શકો, મેં તે ઘણા પ્રયત્ન કર્યો, તે તે બુદ્ધિ
જૈન તત્વ રહસ્ય
[૨૪૯