________________
તેનું કારણ એ છે કે હિંસા એ અન્યાય છે, અહિંસા એ ન્યાય છે. ન્યાય એ સંપત્તિ છે.
કઈ પણ આપણને અન્યાય કરે, તે તે આપણને ઈષ્ટ નથી, તેમ આપણે પણ કોઈને અન્યાય કરીએ તે તેને ઈષ્ટ ન જ હોય.
સામાન્યતઃ તો સર્વ કેઈ ન્યાયને કર્તવ્ય અને અન્યાયને અકર્તવ્ય કાળજે છે. પણ ન્યાય શું અને અન્યાય શું, એનો વિવેક ખરેખર દુષ્કર છે. જેની બુદ્ધિ પર અહંકારનું સામ્રાજ્ય સ્થપાયેલું છે, તે પ્રાયઃ ન્યાયઅન્યાયને યથાર્ય વિવેક કરી શકતો નથી. એ કારણે ન્યાયને સમજવા માટે માર્ગાનુસારિણું બુદ્ધિની જરૂર રહે છે. આ બુદ્ધિ જીવમાં શ્રી નમસ્કાર મહામંત્રની આરાધનાથી પ્રગટે છે. માટે જ્ઞાની ભગવંતોએ સર્વ કાર્યો કરતાં પહેલાં શ્રી નવકાર મંત્રના ઉચ્ચારણનો વિધિ જણાવ્યા છે.
કઈ પણ કાર્ય અનેક નિમિત્તાનું બળ મળતાં સિદ્ધ થાય છે. તે સર્વ નિમિત્તને બે ભાગમાં વહેંચીએ, તે અંતરંગ નિમિત્ત અને બાહ્ય નિમિત્ત એવા બે વિભાગ પડે છે.
એક ગુરુ અને શિષ્ય છે. ગુરૂ શિષ્યને ભણાવે છે, શિષ્ય ભણે છે. - આ કાર્યમાં બીજા કારણોને ગૌણ કરીએ તે પણ શિષ્યને ઉદ્યમ અને બુદ્ધિ અને ગુરૂને ભણાવવા પ્રયત્ન ૨૪૮ ]
જૈન તત્વ રહસ્ય