________________
કરીને રહે છે. અને તેમને હંમેશાં ડંખ્યા કરે છે, તેઓ. એક ક્ષણ પણ શાન્તિ માણી શકતા નથી.
મનુષ્યની સઘળી ચિંતાઓ પોતાની જ બનાવેલી હોય છે. કેઈ પણ ભાવિઘટના આપણી ચિંતાનો વિષય બનશે કે નહિ, તે આપણું મન ઉપર નિર્ભર છે.
જે માણસનું મન નબળું હોય છે, તેને આપણે એક ચિંતાથી મુક્ત કરીએ કે તરત જ તે બીજી વાતની ચિંતા કરવા લાગશે.
બાહ્ય સામગ્રીથી ચિંતાનું નિવારણ થઈ શકતું નથી. ચિંતાનું નિવારણ તે આંતરિક સ્થિતિમાં પરિવર્તન થવાથી જ થાય છે. એ પરિવર્તન સાત્વિક અભ્યાસ, પ્રભુભક્તિ તથા આત્મજ્ઞાનથી જ થઈ શકે છે,
નિર્વિકલ્પતા પ્રાપ્ત થવી એટલે જ ચિંતાથી મુક્ત થવું અને નિવિકલ૫તા જ્ઞાની પુરુષોને જ પ્રાપ્ત થાય છે.
૨૪૪]
જૈન તત્વ રહસ્ય