________________
પિીડાનો હોય તેને જોઈને, કોઈ તેની સારવારમાં રોકાઈ જાય છે, તેને દવાખાનામાં દાખલ કરીને તેની દવાને તથા દાક્તરનો અને પથ્ય ખેરાક આદિને પ્રબંધ કરી આપે છે. કદાચ જરૂર પડતાં તે પોતે જાતે પણ અશક્ત બિમારની જરાય સૂગ રાખ્યા વગર મળ મૂત્ર સાફ કરવા રૂપ સેવા કરે છે. ભૂખ્યાને અન્ન અને નગ્નને વસ્ત્ર વગેરે આપીને સેવા કરનારા પણ આ દુનિયામાં અનેક જણ છે.
કેટલાક સેવાભાવીઓ તે પિતાની આર્થિક સ્થિતિ જોઈએ તેવી ન હોવાથી પોતે સીધી આર્થિક મદદ નથી કરી શકતા, તે પણ બીજા શ્રીમંતો પાસેથી પૈસાની ભીખ માગીને પણ દુઃખી માણસેની સેવા કરે છે.
આ પ્રકારે અનેક પ્રકારની સેવા કરનાર સેવકેમાંથી કષાય (કેધ, માન, માયા, લોભ આદિ)થી દુઃખી થતા માણુની સેવા કરીને તેમની વ્યાધિ શાન્ત કરનારા કેટલા નીકળશે?
કષાયરૂપી વ્યાધિથી પીડાતા માણસોની ગાળે, આક્ષેપ, અવર્ણવાદ તથા તેમના તરફથી થતાં પ્રાણતકષ્ટ સહન કરીને અનુકૂળ ઉપચાર દ્વારા કષાયરૂપી વ્યાધિ મટાડવા પ્રયાસ કરનારા કેટલા દયાળુ હશે?
અશાતા વેદનીય કર્મના ઉદયથી શારીરિક વ્યાધિ કનડે છે અને ક્રોધ આદિ કષાય, મેહનીય કર્મના ઉદયથી મને ભાવને દૂષિત કરી, માણસને બેચેન બેભાન બનાવે છે.
જેન તત્વ રહસ્ય
[ ર૨૯