________________
બંધન ન હોય, અંતરના શત્રુઓને ભય ભૂલાય. લજજાને પડદો ખસે, તે કયારેક પતન થવાનુ એ નિશ્ચિત. અને એકવાર પતન થયું કે શુભ સ્વર્ગમાં વસનારી ગંગા શતમુખ વિનિપાત પામી ખારા સમુદ્રમાં મળે છે, તેમ પૂર્ણ અગતિ થવાની.
એકવાર લજજ-મર્યાદા તૂટી એટલે તે જીવનભર તૂટી જ સમજવી. ગૃહસ્થને પર સ્ત્રી માટે તથા સાધુઓને સર્વ સ્ત્રીઓ માટે બ્રહ્મચર્યની નવ વાડો-ગુપ્તિએનું હંમેશાં પાલન કરવાનું જે ફરમાન જન ધર્મમાં કરવામાં આવ્યું છે, તે આ દૃષ્ટિએ અમાપ ઉપકારક છે.
' લાજ અને મર્યાદાઓને વેતલાપણું માનીને જેઓ તેને છડે ચોક ભંગ કરવા સુધી જાય છે, તેઓ ખરેખર આગની સાથે રમત કરવાનું દુઃસાહસ કરે છે. તેઓ નિસર્ગદત્ત લજજા ગુણને નાશ કરી, અવિવેકજન્ય પશુવત્ જીવન જીવવામાં ખોટો આનંદ માની અધઃપતનને. નેતરી લે છે.
જે લજજા અને ભય શુભ કાર્યમાં ત્યાજ્ય મનાય છે, તે જ લજજા અને ભય અશુભ કાર્યમાં હંમેશાં આદરણીય મનાય છે. - આર્ય સંસ્કૃતિની અનેક વિશેષતાઓમાં આ પણ. એક વિશેષતા છે.
૨૩૪ ]
જેન તવ રહસ્ય