________________
ષણાદિ પર્વેમાં જ તેની અધિકતા દેખાય છે અને તે વર્ગ કવચિત કિયા કરનારાં હેવાથી તેમાં ભૂલ નજરે પડે છે.
છતાં ગંભીરપણે વિચાર કરતાં તેવી ભૂલવાળી ક્રિયાઓ વડે તેઓમાં પણ એવો એક ભાવ તે પોષાય છે કે-જીવનમાં ધર્મનું સ્થાન છે અને ધર્મ સુખ-શાન્તિ આપે છે. આ માન્યતાને ટકાવવામાં પણ તેને (કિયાનો) મોટો ફાળો છે. પ્રતિપક્ષમાં એ રીતે ક્રિયાઓ છૂટી જવા પછી જૈન કેણ, અજૈન કેણ? ધર્મ શું અને અધર્મ શું? એને ભેદ રહે, તે આ વિસમ કાળમાં ઘણે દુષ્કર છે. - હવે આપણે પોતામાં આ ક્રિયાઓ કરવાથી દંભ કે મિથ્યાભિમાનનું પિષણ થાય છે–એવી એકાંત માન્યતા સર્વથા અસંગત છે.
આટલું ઊંડુ તત્ત્વ મંથન થયા પછી જે ક્રિયાઓ થાય, તેના વડે દંભ, અભિમાન આદિ પોષાય એમ માનવું અશક્ય પ્રાયઃ છે. છતાં જે એમ લાગતું હોય, 'તે તેનું કારણ ઘડાએલી મિથ્યા કલ્પનાઓ કે અસંગત વિચારણાઓ છે, એમ માનવું તેમજ સ્વીકારવું એ વ્યાજબી છે.
એ કલ્પનાઓ અને વિચારણાઓ અસત્ય અને અશાસ્ત્રીય છે, એમ નક્કી થતાંની સાથે એ આપોઆપ
૨૨૦ ]
જેન નરવ રહસ્ય