________________
જેણે કામ, ક્રોધ, માયા, લેભ અને મિથ્યાભિમાન આદિની મિત્રતા છોડી દીધી છે, તે જ સેવાને પૂજારી બનવાને લાયક છે અને તેનામાં જ સેવકપણાને ગુણ વાસ કરી શકે છે.
સેવક એટલે ચાકર, દાસ, તેનામાં સ્વામીપણાની કુરણ પણ જાગતી નથી. તે ગમે તે ભોગે પણ સહુની ઉચિત સેવા કરવા પ્રતિ પળે તૈયાર હોય છે.
જાતિ, ધર્મ, વય, સ્થિતિ આદિના ભેદ ભૂલીને, તે બધાયની એકસરખી રીતે સેવા કરે છે, સેવાના બદલાની જરા પણ આશા રાખતું નથી, કારણકે વાર્થગર્ભિત સેવા એ ગુલામી છે, પણ સેવા નથી, એ તે સારી રીતે જાણતા હોય છે
જેનામાં ક્ષમા, નમ્રતા, દયા, સરળતા સ્વાભાવિક હોય છે, તે સેવકપદને સારી રીતે દીપાવી શકે છે. આવા ગુણે કેઈ આપી શકતું નથી કે બજારમાં વેચાતા મળતા નથી, પણ જન્માંતરથી જ તેને સંસ્કાર પડેલા હોય છે અને તે સાધારણ નિમિત્ત મળવાથી વિકસિત થાય છે, તેથી તે માણસ કેઈની પ્રેરણા વગર પણ સેવાના માર્ગે વળે છે.
અનુકરણથી કેટલાક સેવા કરતાં શીખે છે, પરંતુ તેમાં સંસ્કારી કેઈક જ હોય છે, કે જે સેવાધર્મને તેના મૂળ સ્વરૂપમાં પામી તેમજ દીપાવી શકે છે, બાકી તે જૈન તત્વ રહસ્ય
[ ૨૨૫ ૧૫