________________
ક્ષેત્રમાં વાવેલા બીજ સમાન છે. તેમાં શક્તિને દુર્થય તે નથી થતું, પરંતુ શારીરિક-વાચિક, માનસિક શક્તિને સંચય થાય છે, સમત્વ ભાવની વૃદ્ધિ થાય છે, એ જ શક્તિને સંચય છે.
ક્રિયાનાં સૂત્રો પણ ભાવ-ગંભીર છે. કારણ કે મહાપુરુષોએ રચેલાં એ સૂત્ર સામાન્ય સૂત્ર નથી, પણ મહામંત્ર સ્વરૂપ છે. અંતરાત્માને પરમાત્મભાવની સાથે વારંવાર મિલન કરાવી આપનાર અજોડ સેતુ સમાન છે. વિવિધ પ્રકારની મુદ્રાઓ શ્રી તીર્થકરદેવ તથા ગણધરાદિ મહાપુરુષ પ્રત્યે વિનય-બહુમાનાદિનાં સૂચક છે.
આત્માના જ્ઞાનાદિ ગુણોના વિકાસને અનુલક્ષીને જ આવશ્યકાદિ ક્રિયાઓની રચના થયેલી છે. તેમાં કઈ પણ જગ્યાએ દંભ, અભિમાન કે સ્વાર્થનું પિષણ છે જ નહિ. પરલોકપ્રધાન પુરુષોએ પારલૌકિક કલ્યાણની સિદ્ધિ માટે એ મંગળકારી ક્રિયાઓ વિહિત કરેલી છે. અને સમગ્ર સંઘમાં એવી ઓતપ્રત કરી દીધી છે કે જેથી એ ક્રિયાએના બળે સમગ્ર સંઘની એકવાકયતા એક સરખી જળવાઈ રહે છે.
તત્વજ્ઞાન એ ક્રિયાઓને પામે છે. સમવ એને પ્રાણ છે. સમાધિ, બેધિ, સદગતિ એનું લફય છે. ગુણવાન પુરુષનું બહુમાન, પાપની જુગુપ્સા, આત્માનું અવલોકન, સંસાર પરામુખતા ઈત્યાદિ સદ્દગુણનું સાક્ષાત્ આચરણ એની સુવાસ છે.
૨૧૬ ]
જેન તત્વ રહસ્ય