________________
ધનની રુચિવાળા જ્ઞાની પણ પાપી બને છે. અને ધર્માંની રુચિવાળા અજ્ઞાની પણ નિષ્પાપ જીવન ગાળી શકે છે. જીવનમાં પાપી બનવુ' કે નિષ્પાપ બનવું તેના મુખ્ય આધાર જ્ઞાન નથી, પણ રુચિ છે. એ રુચિને સુધારનારુ જ્ઞાન તારક છે અને બગાડનારું જ્ઞાન મારક છે.
જગતના જીવાની રૂચિના મુખ્ય બે વિભાગ પડે છે, એક વૈષયિક સુખની રૂચિવાળા અને બીજો આત્મિક સુખની રૂચિવાળા વર્ગ છે,
વૈયિક સુખની રૂચિવાળા વર્ગ માટેા છે. જ્યારે આત્મિક સુખની રૂચિવાળા વર્ગ પ્રમાણમાં અતિ અલ્પ છે. વિષય સુખની રૂચિવાળા આત્માઓને ધન જેટલુ ગમે છે, તેટલા ધમ ગમતા નથી. અને ધનવાન જેટલા ગમે છે, તેટલા ધર્માંવાન ગમતા નથી. એને ધનવાનની પ્રવૃત્તિઓ જેટલી ગમે છે, તેટલી ધમી એની પ્રવૃત્તિઓ ગમતી નથી.
આત્મિક સુખની અભિલાષાવાળા આત્માઓને ધન તુચ્છ લાગે છે અને ધર્મ અતિશય મૂલ્યવાન લાગે છે. ધનની પાછળ પડનારા આત્માએ તેને વ્યર્થ જીવન ગાળનારા લાગે છે. જ્યારે ધર્મની પાછળ પડનારા આત્મા જીવનને સાર્થક કરનારા લાગે છે.
રૂચિનું. આ અંતર, આંતરિક ક્ષયાપશમથી થનારૂ હાવા છતાં એ પ્રકારના આંતરિક ક્ષયાપસમ પેઢા કરવા માટે બાહ્ય સાધના પણ મહત્ત્વનો ભાગ ભજવે છે અધમ જૈન તત્ત્વ રહસ્ય
[ ૫૧