________________
હોય છે, જે કવિ પ્રમાણે જાય તે પ્રમાણ
સુખી, ફકત એક વર્ષના દીક્ષા પર્યાયને ધારણ કરનાર મુનિ હોય છે, એમ સ્પષ્ટપણે જણાવ્યું છે.
એટલે શાસ્ત્રોકત વિધિ પ્રમાણે જો મુનિ, હિતચિંતક તરફથી જે પ્રમાણે હિતશિક્ષાઓ મળતી જાય, તે પ્રમાણે તેને ઝીલતે જાય અને શકિત ગોપવ્યા સિવાય તેનું શક્ય પાલન કરવામાં અપ્રમત્ત પણે ઉદ્યમશીલ બને, તે તે મુનિ એક જ વર્ષમાં દેવલોકના સર્વ સુખી આત્માઓના સુખને ટપી જાય છે. | સર્વ પ્રકારનું સાંસારિક સુખ–એ દુઃખ જન્ય અને દુઃખજનક હોવાથી, તેની ઉપેક્ષા કરતે મુનિ, કદી પણ સુર-સુખના સુખની સ્વપ્નમાં પણ વાંચ્છા કરતા નથી, પણ હમેશાં સુર-સુખને દુઃખરૂપ જ ગણે છે.
જ્યારે અનુત્તર વિમાનમાં વસતા દેવે રાત-દિવસ પ્રતિક્ષણ મુનિસુખની પ્રાપ્તિની ઝંખના કરે છે.
છ ખંડના અધિપતિ ચક્રવતીને પણ જ્યારે મુનિ ધર્મની મહત્તા સમજાય છે, ત્યારે તે પણ પોતાની અઢળક સમૃદ્ધિને તૃણ સમાન ગણું, તેને ત્યાગ કરી, આનંદપૂર્વક સાધુપણાને સ્વીકાર કરે છે. અને તેમ કરવામાં પિતાના જન્મની સાર્થકતા માને છે.
આ રીતે સંસારના સર્વ સુખી આત્માઓમાં મુનિએને નંબર સૌથી પહેલો આવે છે.
૧૧૪ ]
જેન તત્વ રહસ્ય