________________
ભવસ્થિતિ પરિપકવ થયા વિના આત્મા ઉપર લાગેલા રાગાદિ મળે, એ છે તે પણ ઓછા થઈ શકતા નથી અને ભવસ્થિતિની પરિપકવતા એ કેઈની બનાવેલી વસ્તુ નથી પણ સ્વાભાવિક જ અથવા પાંચ સમવાયના મેળાપથી નીપજતી વસ્તુ છે. આ પાંચે સમવાયાને મેળાપ એ કોઈના હાથની વસ્તુ નથી.
એટલે જે ગુરૂકુળવાસમાં મુનિએ વસવાનું છે, ત્યાં ભિન્ન-ભિન્ન પ્રકૃતિના આત્માઓ હર હંમેશ રહેવાના જ. અધિક ગુણ, સમાન ગુણ, હનગુણું અને નિર્ગુણ– આ પ્રમાણે ચાર વિભાગમાં સર્વ પ્રકારના આત્માઓને સમાવેશ થાય છે.
આ ચારે પ્રકારના આત્માઓ સાથે વસનાર મુનિ, જે સાવધ ન રહે, તે તેને સર્વ સ્થાનેથી બંધાવું પડે. અને જે સાવધ રહે, તે આ ચારે સ્થાન એના આત્મા માટે હિતદાયી નીવડે.
જ્યારે-જ્યારે પ્રસંગ પડે, ત્યારે–ત્યારે પોતાને આરાધક ભાવ ટકાવી રાખવા માટે આ ચારે પ્રકારના મુનિઓ સાથે મુનિ કેવી ભાવનાપૂર્વક રહે, તે અહીં બતાવવામાં આવે છે. - પિતાથી અધિક ગુણીને દેખી તે ખરેખર રાજી થાય તેના ગુણની હાર્દિક અનુમોદના કરે. અને એમ વિચારે કે હું નસીબદાર છું કે આવા ગુણવાન મુનિરાજને મને સહવાસ સાંપડયો છે.
૧૧૮ ]
જૈન તત્વ રહસ્ય