________________
લાવવા તયાર થાય છે અને મુક્તિ માટે ભગીરથ પ્રયત્ન પણ જીવ ઈચ્છાથી જ કરે છે. માટે શ્રી જિનેશ્વરદેએ મોટે ભાગે પ્રથમ ઈચ્છા કરાવ્યા પછી જ કાર્ય કરાવવાનું ફરમાવ્યું છે.
અનિચ્છાએ કરાવેલાં મોટાં–મોટાં કાર્યો પણ પરિણામે એટલાં પ્રભાવક નીવડતા નથી, જેટલાં પ્રભાવક ઈચ્છાએ. કરાવેલાં નાનાં નાનાં કાર્યો નીવડે છે.
સાથે સાથે એ પણ સ્પષ્ટ છે કે ગુરૂકુળવાસમાં વસતા મુનિમાં સહવત મુનિઓ પાસેથી કંઈને કંઈ સારૂં ગ્રહણ કરવાની વૃત્તિ પણ હોવી જોઈએ, કારણ કે જે આત્મા મુનિ ધર્મ સ્વીકારે છે, તેનામાં આવી કેઈ પણ વિશિષ્ટતા. હોય છે જ.
એટલે જે ગુણ મેળવવા જે હેય, તે તે નાના કે મોટા ગમે તે મુનિમાં હોય, તે તે મેળવવા માટે મુનિએ પ્રયત્નશીલ બનવું જોઈએ. જેથી આપસમાં પણ સ્નેહ અને વાત્સલ્યભાવની વૃદ્ધિ થાય. નાનાઓ પાસેથી પણ ગુણ ગ્રહણ કરવામાં નાનમ નથી અને તેનાથી મેટાની મહત્તા ઘટતી નથી, પણ વધે છે.
જેટલી ઉતાવળ જીવને બીજાને ગુણ આપવાની છે, તેટલી ઉતાવળ અર્થાત્ ઉત્સુકતા બીજામાંથી ગુણ ગ્રહણ કરવામાં આવી જાય, તે મુનિ જીવન ઘણું ઉજજવળ બની જાય. ૧૨૨ ]
જેન તત્વ રહસ્ય.