________________
પરદુઃખનાશિની કરૂણું દુઃખ બે પ્રકારનું છે. શારીરિક અને માનસિક.
શારીરિક દુકાને દ્રવ્ય-દુઃખ કહ્યાં છે અને માનસિક દુખેને ભાવ-દુઃખ કહ્યાં છે.
શારીરિક દુઃખનું કારણ અશાતા વેદનીય કર્મનો ઉદય છે.
માનસિક દુઃખનું કારણ, મોહનીય આદિ કર્મોનો ઉદય છે.
માણસને પોતાના દુઃખનું નિવારણ કરવા માટે કુદરતી લાગણી હોય જ છે. તો પણ તેમાં બધાં દુઃખાનું નિવારણ અશક્ય પ્રાયઃ હોય છે. તેથી કોઈને કંઈ દુઃખની હાજરી તેને સદા પજવે છે અને તેની શક્તિમાં ભંગ પાડે છે. તેથી અકળાઈને માણસ દુઃખનું નિવારણ કરવાના વાસ્તવિક ઉપાયે છોડીને અવાસ્તવિક ઉપાય અજમાવે છે.
દુઃખનું નિવારણ કરવાને વાસ્તવિક ઉપાય પિતા સિવાય બીજાના દુઃખનું નિવારણ કરવા તત્પર રહેવું તે છે. એથી બે જાતના લાભ થાય છે.
એક તે એ પુરુષાર્થ એટલે કાળ ચાલુ રહે છે. તેટલા કાળ સુધી પોતાના દુઃખનું વિસ્મરણ થાય છે અને બીજે તે બીજાનાં દુઃખ દૂર કરવાના શુભ પ્રયત્નથી શુભ કર્મ ઉપાર્જન થાય છે. અને તેના પરિણામે ઉત્તરત્તર શાતિ અને સુખની વૃદ્ધિ અનુભવાય છે.
જન તવ રહસ્ય
[ ૧૬૩