________________
પરદોષ પ્રેક્ષણું-ઉપેક્ષા દે બે પ્રકારના હોય છે. એક સાધ્ય અને બીજા અસાધ્ય.
અસાધ્ય દોષવાળા આત્માઓને દેખીને સ્વાભાવિક રીતે તેના પ્રત્યે મનુષ્યને રોષ પ્રગટે છે. તે વખતે ઉપેક્ષા (માધ્યસ્થ) ભાવનાની ખાસ જરુર છે.
ઉપેક્ષા (માધ્યસ્થ) ભાવના કર્મની પરતંત્રતા અને પ્રબળતાનો વિચાર કરાવે છે. અને તેથી તેવા દોષગ્રસ્ત જીવો પ્રત્યેના રોષ સમાવી દે છે.
આ માધ્યસ્થ–ભાવ જેમ અસાધ્ય દોષવાળા પ્રાણીઓ પ્રત્યે કેળવવાને છે, તેમ સુખ આપવા માટે સર્વથા અસમર્થ એવા વિષયના સુખે પ્રત્યે કેળવવાને છે.
ચાર ગતિમાં વિવિધ પ્રકારના દુખેને અનુભવતે જીવ, કવચિત મનુષ્ય અને દેવગતિએને વિષે સર્વ ઈન્દ્રિ
ને ઉત્સવ કરાવનારા વિષય-સુખને પામે છે, પરંતુ તે વખતે તેની અસારતા અને ક્ષણ-વિનશ્વરતાને નહિ જાણનારે જીવ તેના ભાગમાં લંપટ બની જાય છે, અને પરિણામે અનંત દુઃખને ભાગી-અધિકારી થાય છે.
માધ્યસ્થ ભાવનાના મર્મને પામેલે આત્મા તે વખતે વિષય-સુખની અસારતા અને ક્ષણ વિનશ્વરતા આદિને જાણતા હોવાથી, તેના પ્રત્યે ઉદાસીનભાવ ધારણ કરી શકે છે. અને તેથી મેટી આપત્તિઓથી બચી જાય છે.
૧૬૮ ]
જેન તત્વ રહસ્ય