________________
શુભભાવ ચિંતન
કોઈ પણ પ્રાણી પાપ ન કરો! કઈ પણ પ્રાણ દુઃખી ન થાઓ ! પ્રાણી માત્ર મોક્ષને પામો !”
આ પ્રકારની મતિને શાસ્ત્રકારો મૈત્રી કહે છે.
આ જગતમાં ઈચછા કોને છેતી નથી? સંસારી જીવ માત્રના હૃદયમાં કઈને કઈ પ્રકારની ઈચ્છા હોય છે. પરંતુ તે બધી ઈચ્છાઓને સરવાળે કરવામાં આવે તે તે માત્ર બે પ્રકારની ઈચ્છાઓમાં સમાઈ જાય છે.
અને તે એ કે “મને દુઃખ ન થાઓ, અને હું જ સુખી થાઉં.'
આ જાતની ઈચ્છા જીવ માત્રના હૃદયમાં સતત રહ્યા કરે છે. બીજી બધી ઈચ્છાઓના મૂળમાં પણ આ બે ઈચ્છાઓ રહેલી હોય છે. અને તે કદી પૂર્ણ થતી નથી એ પણ એક નિર્વિવાદ હકીકત છે.
એ કારણે શાસ્ત્રકારોને એ સિદ્ધાન્ત નક્કી કરવો પડશે ૧૮૬]
જેન તવ રહસ્ય.