________________
કદી પણ ન કરી શકીએ, કારણ કે બાહ્ય પરિસ્થિતિ ઉપર આપણે સંપૂર્ણ કાબુ હેત નથી. એટલે હંમેશાં એ જ અનુભવ રહેવાને કે અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે શાન્તિ અને પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે અશાન્તિ.
શાન્તિ એ નિરપેક્ષ વસ્તુ નહિ, પણ બાહ્ય પરિ. સ્થિતિને સાપેક્ષ (આધીન) હેય, તે કઈને કદી અખંડ શાતિ મળી શકે નહિ. પરંતુ વિચાર કરતાં વસ્તુસ્થિતિ એવી નથી.
શાન્તિ એ નિરપેક્ષ વસ્તુ છે. અને નિરપેક્ષ વસ્તુ હેવી જોઈએ. ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ અખંડ શાતિ જાળવી શકાય એ સિદ્ધ વાત છે.
તે હવે પાછો એ સવાલ થશે કે આવી નિરપેક્ષ શાનિત માણસ કેવી રીતે મેળવી શકે?
માણસનું જીવન દેહ અને આત્મા બંનેની વચ્ચે ઊભું છે. આત્માને આધાર કર્યો ત્યારે શાતિ અને દેહને આધાર કર્યો ત્યારે અશાન્તિ.
આપણે તેને આધાર લઈને જીવીએ છીએ, તે વિચાર ઉપર જ શાન્તિ-અશાન્તિને વિચાર નિર્ભર છે.
જ્યારે જ્યારે આપણે દેહના આધારે જીવતા હોઈએ છીએ, ત્યારે ત્યારે આપણે અશાતિને અનુભવ કરતા હાઈએ છીએ.
દેહના આધારે જીવવું એટલે ખાવામાં, પીવામાં,
જેન તત્વ રહસ્ય
[ ૧૯૯